સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરતાં રોકાણકારો સાવધાન!!
67 ટકાથી વધુ રોકાણકારોને સેન્સેક્સ- નિફ્ટીની સરખામણીમાં નીચું રિટર્ન
અભ્યાસમાં કેટલાંક રસપ્રદ તારણો એક નજરે
- 67% સ્ટોક રોકાણકારો બેન્ચમાર્ક ઇન્ડેક્સ જેટલું વળતર પણ મેળવી શક્યાં નથી
- 65% રોકાણકારોને તેમના સ્ટોક માર્કેટના ચોક્કસ વળતરની જાણકારી પણ નથી
- 77% રોકાણકારોને ખબર જ નથી કે, બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર મળી શકે છે
- મર્યાદિત 23% રોકાણકારોને ખબર છે કે, તેમને બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર મેળવવાની જરૂર છે
- 50%થી વધારે રોકાણકારો બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર કેવી રીતે મેળવવું એની જાણકારી નથી કે એ માટેનું પ્રેરકબળ ધરાવતા નથી
- 63% રોકાણકારો સૂચકાંકોથી વધારે વળતર મેળવવાનો લક્ષ્યાંક કે કોઈ યોજના ધરાવતા નથી
મુંબઈ, 16 માર્ચ: સામાન્ય રોકાણકાર જ્યારે કોઇ નિષ્ણાત કે બજાર પંડિત કે બ્રોકરને મળશે ત્યારે સર્વ સામાન્ય અને ચીલાચાલુ સવાલ પૂછશે કે, “ શું લાગે છે સેન્સેક્સ/ નિફ્ટીમાં, વધશે કે ઘટશે…?!!” સેન્સેક્સ/ નિફટીને જોઇને સોદા કરતાં રોકાણકારો માટે લાલબત્તી સમાન એક સર્વે સેમ્કોએ જારી કર્યો છે. તે અનુસાર 67 ટકાથી પણ વધુ રોકાણકારો શેરબજારોમાં રોકેલા નાણા ઉપર સેન્સેક્સ/ નિફ્ટી કરતાં પણ નીચું રિટર્ન મેળવી રહ્યા છે.
સેમ્કોએ ‘મિશન – એસ ધ ઇન્ડેક્સ’ શરૂ કર્યું, જેનો ઉદ્દેશ ભારતીય રોકાણકારો અને ટ્રેડર્સ વચ્ચે વધારે વળતર મેળવવાની કામગીરી ઊભી કરવાનો છે
નીચું રિટર્ન મળવા પાછળના મુખ્ય નકારાત્મક કારણો
- ટ્રેડિંગ સિસ્ટમનો અભાવ, પર્ફોર્મન્સની ખામીયુક્ત આકારણી
- લાલચ અને ડરના સમયમાં લાગણીથી ટ્રેડિંગ કરવું
- ટિપ્સ અને ઇન્ફ્લુએન્સર્સ પર આધાર રાખવો કે અતિશય ઉપયોગ
સેમ્કોએ ભારતીય મૂડીબજારો અને રોકાણકારના અભિગમનો સર્વે વિશ્વમાં અગ્રણી કન્ઝ્યુમર ઇનસાઇટ્સ, ડેટા એન્ડ એનાલીટિક્સ કંપની નીલ્સન સાથે હાથ ધર્યો હતો. આ સર્વે 10 મુખ્ય શહેરોમાં થયો હતો, જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગાલુરુ, પૂણે, સુરત, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ અને જયપુર સામેલ હતા. આ શહેરોમાં 24થી 45 વર્ષની વયજૂથનાં આશરે 2,000 રોકાણકારો અને ટ્રેડર્સ સર્વેમાં સામેલ થયા હતા.
જો કોઈ રોકાણકાર તેમના પોર્ટફોલિયોનું સક્રિયપણે મેનેજમેન્ટ કરવા સક્ષમ ન હોય કે અનિચ્છુક હોય, તો તેઓ પ્રોફેશનલ ફંડ મેનેજરને ફંડનું મેનેજમેન્ટ કરવાની કામગીરી સુપરત કરી શકશે, જેઓ બજારમાં શ્રેષ્ઠ વળતર આપવાનો, કે પ્રસ્તુત બેન્ચમાર્ક્સને ટ્રેક કરતાં ઇન્ડેક્સ ETFમાં રોકાણ કરવાનો અસરકારક ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જેથી સુનિશ્ચિત થાય કે તેમનું રોકાણ બજારની સંપૂર્ણ કામગીરી સાથે સુસંગત રહે અને એની વૃદ્ધિમાંથી લાભ મળે.
બેન્ચમાર્કથી નીચું રિટર્ન મળતું હોય તો સક્રિય ટ્રેડિંગ બંધ કરો
સ્ટોક માર્કેટમાં વ્યક્તિગત સહભાગીઓએ એવી રીતે તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સનું સંચાલન કરવું જોઈએ, જેમાં તેઓ સતત બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર આપે. નહીં તો તેમણે સક્રિય ટ્રેડિંગ બંધ કરવું જોઈએ, કારણ કે તેઓ ઇન્ડેક્સ ફંડ કે પ્રોફેશનલ ફંડ મેનેજરની મદદ મેળવીને રોકાણ કરીને વધારે સારાં નાણાકીય પરિણામો મેળવી શકે છે. – જિમીત મોદી, સેમ્કોના સ્થાપક અને સીઇઓ