અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં આજે બીજા દિવસે પણ સુધારો માહોલ જોવા મળતાં રોકાણકારોએ હાશ અનુભવી  હતી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી રૂ. 2000ના મથાળેથી તૂટી રૂ. 600ની નીચે ઘૂસી જતાં રોકાણકારોમાં ભારે નિરાશાનું વાતાવરણ ફેલાયું હતું. પરંતુ આજે કંપનીનો શેર (Adani Green Energy) સતત 12 સેશન સુધી ઘટ્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં લગભગ ચાર ટકા વધ્યો હતો. શુક્રવારે દિવસના ટ્રેડિંગ દરમિયાન, અદાણી ગ્રીન એનર્જીના શેર એક તબક્કે લગભગ 3.82 ટકા વધીને 639.90 પોઇન્ટના સ્તરે પહોંચ્યા બાદ છેલ્લે રૂ. 12.45 (2.02 ટકા)ના સુધારા સાથે રૂ. 628.90ની સપાટીએ બંધ રહ્યો હતો. અદાણી ગ્રૂપ દ્વારા જારી કરવામાં આવેલી ક્રેડિટ અને  અદાણી ગ્રૂપે બોન્ડધારકોને જણાવ્યું હતું કે તે ચાલુ નાણાકીય વર્ષના અંત પછી તેની રિફાઇનાન્સિંગ યોજનાને જાહેર કરશે. કંપનીની આ જાહેરાત બાદ અદાણી ગ્રીનના શેરના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

Adani groupની 10માંથી 7 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ

સ્ક્રીપબંધ ભાવ+/-%
NDTV217.40+5.00%
ADANI POWER155.25+4.97%
ADANI WILMAR437.95+5.00%
ADANI GREEN ENERGY628.90+2.02%
AMBUJA CEMENT353.30+1.52%
ADANI PORTS & SEZ578.80+0.28%
ADANI ENTERPRISES1721.75+4.15%
ACC1839.85-0.08%
ADANI TRANSMISSION920.30-4.82%
ADANI TOTAL GAS973.75-5.00%

source_ bse india