અમદાવાદ, 25 જુલાઇઃ નાણાકીય વર્ષ 23માં કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 10માંથી 7 ટ્રેડર્સે નુકસાન કર્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, 30 વર્ષથી ઓછી ઉંમરના 76% ટ્રેડર્સનો આમાં સમાવેશ થાય છે. ભારતના કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ખોટ કરી રહેલા 76% ઇન્ટ્રાડે ટ્રેડર્સની ઉંમર 30 વર્ષથી ઓછી છે. કેશ સેગમેન્ટમાં 10 માંથી સાત (અથવા 71%) ઇન્ટ્રાડે ટ્રેડર્સે નાણાકીય વર્ષ 23 માં ખોટ કરી છે. સેબીનો અભ્યાસ એ વાતની ખાતરી કરે છે કે, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના જોખમો અને આવા 90% વેપારીઓએ કેવી રીતે નુકસાન કર્યું હતું તે દર્શાવે છે. અભ્યાસના તારણો હોવા છતાં, ડેરિવેટિવ્ઝ વોલ્યુમમાં માત્ર ત્યાર બાદ જ વધારો થયો હતો.

તેને ધ્યાનમાં રાખીને જ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે, મંગળવારે જાહેર કરેલા FY25 માટેના કેન્દ્રીય બજેટમાં, ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ બંને પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં તીવ્ર વધારો કર્યો હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. સેબીદ્વારા આ અભ્યાસ સેબીના અર્થશાસ્ત્ર અને નીતિ વિશ્લેષણ વિભાગ દ્વારા અભ્યાસ સમયગાળા દરમિયાન-FY19, FY22 અને FY23 દરમિયાન ઇન્ટ્રાડે કેશ સેગમેન્ટમાં વ્યક્તિઓ દ્વારા ટ્રેડિંગનું વિશ્લેષણ કરવા માટે હાથ ધરવામાં આવ્યો હતો.

ટોચના 10 બ્રોકર્સ દ્વારા ઇન્ટ્રા-ડે વેપાર કરનારા વ્યક્તિગત ટ્રેડર્સની સંખ્યા FY23માં 4.6 ગણી વધીને 6.9 મિલિયન થઈ હતી જે FY19માં 1.5 મિલિયન હતી.પરંતુ ઇન્ટ્રાડે કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરતા 10માંથી સાત વ્યક્તિઓ (71%) ખોટમાં હતા.
મહિલા ટ્રેડર્સનો હિસ્સો FY23 માં ઘટીને 16% થયો હતો જે FY19 માં 20% હતો.ત્રણેય વર્ષોમાં પુરૂષ ટ્રેડર્સની સરખામણીમાં મહિલા ટ્રેડર્સમાં નફો કરનારાઓનું પ્રમાણ વધુ હતું.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે એકંદરે, ભારતના શેરબજારોમાં 30 વર્ષથી ઓછી વયના ઈન્ટ્રાડે ટ્રેડર્સનો હિસ્સો FY23માં વધીને 48 ટકા થયો હતો જે FY19માં 18 ટકા હતો.

વાસ્તવમાં, અભ્યાસ દર્શાવે છે કે વય જૂથ ઓછું હોય છે, નુકસાન કરનારાઓનું પ્રમાણ વધારે હતું. “નાણાકીય વર્ષ 23 માં, 60 વર્ષથી વધુ વય જૂથના વેપારીઓમાં સૌથી ઓછા નુકસાનકર્તાઓ (53%) હતા, જ્યારે 20 વર્ષથી ઓછી વયના લોકોમાં ખોટ કરનારાઓનું સૌથી વધુ પ્રમાણ (81%) હતું,” અભ્યાસ દર્શાવે છે. સેબીના તારણો માત્ર એ માન્યતાને સમર્થન આપે છે કે મોટા ભાગની વ્યક્તિઓ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં નાણાં ગુમાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)