અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)એ લગભગ રૂ. 55,000 કરોડની કથિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચોરી અંગે 80 ઓનલાઇન રિયલ મની ગેમિંગ (RMG) કંપનીઓને એક ડઝન પ્રી-શો કોઝ નોટિસ મોકલી છે.

જેમાં ફેન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11ને જીએસટી ચોરી માટે રૂ. 25,000 કરોડથી વધુની નોટિસ મોકલી છે, જે દેશની સૌથી મોટી કર ચોરી નોટિસ છે, ડ્રીમ 11 ઉપરાંત, પ્લે ગેમ્સ 24×7 અને તેની આનુષંગિક કંપનીઓ અને હેડ ડિજિટલ વર્ક્સને પ્રી-શો કોઝ નોટિસ આપવામાં આવી છે. DRC-01 A ફોર્મ દ્વારા ચૂકવવાપાત્ર નિર્ધારિત ટેક્સ ચોરીની નોટિસ જારી કરવામાં આવી છે.

ETના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે હર્ષ જૈનની આગેવાની હેઠળની કંપનીએ પ્રિ-શો કોઝ નોટિસ સામે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. RMG કંપનીઓ પાસેથી DGGI દ્વારા ઉભી કરવામાં આવેલી GSTની કુલ માંગ રૂ. 1 લાખ કરોડને સ્પર્શી શકે છે, GST કાઉન્સિલે એન્ટ્રી લેવલ પર બેટ્સની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST વસૂલવાનો નિર્ણય કર્યા પછી નોટિસ મોકલવામાં આવી હતી.

આ કંપનીઓ પર જીએસટી ચોરીનો આરોપ

રમી સર્કલ અને માય11 સર્કલ સહિત પ્લે ગેમ્સ24×7 અને તેને સંબંધિત કંપનીઓને રૂ. 20,000 કરોડના જીએસટી લેણાંની માંગણી કરતી નોટિસ આપવામાં આવી છે જ્યારે હેડ ડિજિટલ વર્ક્સને રૂ. 5,000 કરોડથી વધુની પ્રી-શો કોઝ નોટિસ આપવામાં આવી છે. અગાઉ, બેંગ્લોર સ્થિત ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજીને રૂ. 21,000 કરોડની ડિમાન્ડ નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે 6 સપ્ટેમ્બરના રોજ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી હતી, જેણે ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી સામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નોટિસ રદ કરી હતી.