એચડીએફસી લાઇફ, બજાજ ફાઇ., એચયુએલ, બ્રિટાનિયા અને વીપ્રો સામે લાલટેન

ફૉરેન બ્રોકરેજે આ 10 સ્ટૉક્સનો ટાર્ગેટ ઘટાડવાની જાહેરાત કરી છે. શું આમાંથી કોઈ એકાદ પણ શેર છે તમારી પાસે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસે તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવો કરીએ તેમના પર એક નજર.

ભારતીય બજારે નવા સપ્તાહના બીજાં દિવસેપણ શરૂઆતમાં નબળા અને પાછળથી લીલા નિશાનમાં શરૂઆત કરી છે. મિશ્ર સેક્ટોરલ ટ્રેન્ડને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી ફરી સુધરી રહ્યો છે. સમગ્ર માર્કેટને લીડ કરતો હોય છે.  ખાસ કરીને એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્કએ બજારમાં સુધારાનો શંખ ફુંકવા કોશિશ કરી છે. પરંતુ મેટલ, ફાર્મા અને આઈટી શેર બજાર પર દબાણ જારી રહ્યું છે. મિડકેપ અને સ્મૉલકેપથી પણ દબાણ જોવા મળી રહ્યું છે. મેટલ શેરોમાં ઝડપી વેચવાલી આવી છે. નિફ્ટીનો મેટલ ઇન્ડેક્સ મંગળવારે એક તબક્કે 4 ટકાથી વધારે તૂટ્યો છે. ટાટા સ્ટીલ, જેએસપીએલ, વેદાંતામાં 4-6 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે અમેરિકામાં એલ્યૂમીનિયમ કંપની અલકોવા 12 ટકા તૂટ્યો છે. અહીં અમે એવા 10 સ્ટૉક્સ બતાવી રહ્યા છે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસે તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવો કરીએ તેમના પર એક નજર.

આ દસ શેર્સમાં હવે દમ ઘટ્યો વિદેશી બ્રોકર્સની નજરે

કંપનીરેટિંગટાર્ગેટબ્રોકરેજ હાઉસ
HDFC Life Insuranceબાય700સીએલએસએ
Bajaj Financeસેલ6000સીએલએસએ
Macrotech Developerઇક્વલ વેઇટ1145મોર્ગન સ્ટેનલિ
Hindustan Unileverઆઉટપર્ફોર્મ2250ક્રેડિટ સૂઇસ
Britannia Industriesનેચરલ3450નોમુરા
IDFC First Bankનેચરલ43ક્રેડિટ ક્રેડિટ સૂઇસ
Mphasisનેચરલ3130સિટી બેન્ક
Wiproઓવરવેઇટ640મૉર્ગન સ્ટેનલી
UltraTech Cementબાય9150Investec
Indus Towersબાય283સીએલએસએ