જાણો હવે આગળ કેવી રહી શકે છે તેની ચાલ

….. બુધવારે Gujarat Gas, SRF અને Navin Fluorine Internationalમાં જોરદાર એક્શન જોવા મળી હતી. ધારાણા કરતાં વિપરીત રીતે થયેલા કાલે આ સ્ટૉક ફ્યૂચર અને ઑપ્શન સેગમેન્ટના ટૉપ 5 ગેઇનર્સની યાદીમાં રહ્યા હતા. વિવિધ બ્રોકરેજ હાઉસના એનાલિસિસ અનુસાર આ ત્રણ સ્ક્રીપ્સમાં રોકાણકારોએ કેવી વ્યૂહ રચના અપનાવી શકાય તે અંગે સલાહ આપવામાં આવી છે.

Gujarat Gas: 6 ટકાના સુધારા સાથે  ર રૂ. 537.40ના સ્તર પર બંધ રહ્યો હતો. આ સ્ટૉકની તેજીના ટ્રેન્ડ કાયમ છે પરંતુ નવી ખરીદી માટે ડેઇલી બેઝીસ પર તેમાં રૂ. 542 ઉપરના ક્લોઝિંગની રાહ જુઓ. જો આ સ્ટૉક રૂ. 542 ઉપર બંધ રહે તો પછી તેમાં રૂ. 620-630 સુધીનો સુધારો જોવા મળી શકે છે. નીચામાં રૂ. 500નો મજબૂત સપોર્ટ જણાય છે.

ગુરુવારની સ્થિતિઃ ગુરુવારે શેર રૂ. 29.45 (5.48 ટકા) ઉછાળા સાથે રૂ. 566.95ની સપાટીએ બંધ રહ્યોહતો.

  • SRF: સ્ટોક બુધવારે 5.7 ટકાના ઉછાળા સાથે રૂ. 2,234 બંધ રહ્યો હતો. આ સ્ટૉકમાં વર્તમાન લેવલ પર પણ ખરીદી શરૂ કરી શકાય છે. ટાર્ગેટ રૂ. 2,450 આસપાસ છે. આ ખરીદી માટે 2100 રૂપિયા સ્ટૉપલૉસ રાખવો.

ગુરુવારની સ્થિતિ: જોકે, ગુરુવારે શેર 1.73 ટકાની નરમાઇ સાથે રૂ. 2195.10ની સપાટીએ બંધ રહ્યો હતો.

  • Navin Fluorine International: 4.5 ટકાના વધારાની સાથે રૂ. 3,947ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સ્ટૉકમાં વર્તમાન સ્તરો પર રોકાણની સલાહ નહીં રહે. જેની પાસે આ સ્ટૉક છે તે વર્તમાન સ્તર પર તેમાં થોડું પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે છે.

ગુરુવારની સ્થિતિઃ ગુરુવારે આ શેર પણ 1.56ના ઘટાડા સાથે રૂ. 3887.85 બંધ રહ્યો હતો.

નોંધઃ વાચક મિત્રોએ અત્રેથી રજૂ થતી તમામ બાબતોની જાત ચકાસણી કરી, નિષ્ણાતની સલાહ અનુસાર જોખમને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવા વિનંતી