ક્રૂડ તેલ રૂ.91 ડાઊનઃ કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક વૃદ્ધિ

વિતેલા સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે વિવિધ વાયદાઓની સમીક્ષા અનુસાર સોનાના વાયદામાં રૂ. 725 અને ચાંદીમાં રૂ. 585નો કડાકો નોંધાયો હતો. જ્યારે ક્રૂડ તેલમાં ઘટાડાની ચાલ સામે કોટન મેન્થા તેલ અને રબરમાં સાર્વત્રિક સુધારાની ચાલ નોંધાઇ હતી.

કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,936ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.51,538 અને નીચામાં રૂ.50,140ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.725 ઘટી રૂ.50,174ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.566 ઘટી રૂ.40,328 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.5,030ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,953ના ભાવે ખૂલી, રૂ.709 ઘટી રૂ.50,249ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,086ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,030 અને નીચામાં રૂ.58,611ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3585 ઘટી રૂ.58,751ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3549 ઘટી રૂ.59,135 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,578 ઘટી રૂ.59,125 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.11.65 ઘટી રૂ.232.30 અને જસત મે વાયદો રૂ.24.25 ઘટી રૂ.306ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.17.40 ઘટી રૂ.744.75 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.4.45 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,379ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,554 અને નીચામાં રૂ.7,654ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.91 ઘટી રૂ.8,174 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 MMBTUદીઠ રૂ.67.70 ઘટી રૂ.598.30 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,670.50 બંધ થયો હતો. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.46,380ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,800 અને નીચામાં રૂ.45,860ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,100 વધી રૂ.48,640ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,132ના ભાવે ખૂલી, રૂ.608 વધી રૂ.17875 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.54.40 વધી રૂ.1130.90 થયો હતો.

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
કોન્ટ્રેક્ટપાકતી તા.એકમબંધ રૂ.આગલો રૂ.+/-(રૂ.) (%)
મેન્થા તેલ 30-6-221 કિલો1160.2109565.25.95
મેન્થા તેલ 29-7-221 કિલો1178.9111563.95.73
મેન્થા તેલ 31-5-221 કિલો1130.91076.554.45.05
કોટન 31-5-221 ગાંસડી486404654021004.51
કોટન 30-6-221 ગાંસડી485504650020504.41
રબર 31-5-22100 કિલો17875172676083.52
એલ્યુમિનિયમ 29-7-221 કિલો236235.40.60.25
ક્રૂડ તેલ 19-5-221 બેરલ81748265-91-1.10
ગોલ્ડ-પેટલ 30-8-221 ગ્રામ51185179-61-1.18
ગોલ્ડ-પેટલ 30-6-221 ગ્રામ50565118-62-1.21
સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
કોન્ટ્રેક્ટપાકતી તા.એકમબંધ રૂ.આગલો રૂ.+/-(રૂ.) (%)
નેચરલ ગેસ 25-5-221 MMBTU598.3666-67.7-10.17
નેચરલ ગેસ 27-6-221 MMBTU607672.7-65.7-9.77
નેચરલ ગેસ 26-7-221 MMBTU606.6659.7-53.1-8.05
નિકલ 31-5-221 કિલો2156.42336.4-180-7.70
જસત 31-5-221 કિલો306.3330.55-24.25-7.34
જસત 30-6-221 કિલો305.6329.05-23.45-7.13
ચાંદી-મિની 30-11-221 કિલો6135165637-4286-6.53
ચાંદી 05-7-221 કિલો5875162336-3585-5.75
ચાંદી-માઈક્રો 30-6-221 કિલો5912562703-3578-5.71
ચાંદી-મિની 30-6-221 કિલો5913562684-3549-5.66