Nexus Select Trust REITનું 4.26 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ
અમદાવાદ, 19 મેઃ નેક્સસ સેલેક્ટ ટ્રસ્ટ આરઈઆઈટી (Nexus Select Trust REIT) શુક્રવારે 4.26 ટકાના પ્રિમિયમથી લિસ્ટિંગ થયું હતું. રૂ. 100ની આઇપીઓ પ્રાઇસ સામે Nexus Select Trust REIT રૂ. 102.27 રૂપિયાના સ્તરે લિસ્ટ થયા બાદ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ઉપરમા રૂ. 104.90 થઇ છેલ્લે 104.26ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ રૂ. 4.26 (4.26 ટકા) પ્રિમિયમ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, નેક્સસના લિસ્ટિંગ પહેલા લિસ્ટેડ REITsની સંખ્યા ત્રણની હતી. તેમાં એમ્બેસી, ઓફિસ પાર્ક્સ આરઈઆઈટી, માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ આરઈઆઈટી અને બ્રુકફિલ્ડ ઈન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ સામેલ છે. જોકે, આ તમામ REIT લીઝ્ડ ઓફિસ સ્પેસ સાથે જોડાયેલા છે. જ્યારે નેક્સસ રિયલ એસ્ટેટ એસેટ સાથે જોડાયેલો પ્રથમ આરઈઆઈટી છે. બ્લેકસ્ટોન સમર્થિત નેક્સસ સેલેક્ટ ટ્રસ્ટ આઈપીઓને કુલ 5.73 ગણું સબ્સક્રિપ્શન હાસલ થયું છે.આ આઈપીઓનું કદ 3200 કરોડ રૂપિયા હતું.
લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ પ્રાઇસ | 100 |
લિસ્ટિંગ | 102.27 |
વધી | 104.90 |
ઘટી | 102.27 |
બંધ | 104.26 |
સુધારો | રૂ. 4.26 |
સુધારો ટકા | 4.26 |