સેન્સેક્સમાં 208 પોઇન્ટની પીછેહટ, નિફટી 18300 પોઇન્ટની નીચે
અમદાવાદ, 24 મેઃ પ્રોફીટ બુકિંગ પ્રેશર હેઠળ ભારતીય શેરબજારોમાં આજે નરમાઇની ચાલ રહી હતી. ખાસ કરીને યૂએસ ડેટ સીલિંગને લગતી ચિંતાઓથી શેરબજારમાં સેન્ટિમેન્ટ ખરડાઈ રહ્યું છે. આજે BSE સેન્સેક્સ ઉપરમાં 62,154.14 અને નીચામાં 61,708.10 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 208.01 પોઈન્ટ્સ ઘટી 61773.78 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 18,392.60 અને નીચામાં 18,263.20 પોઈન્ટ્સની 62.60 પોઈન્ટ્સના ઘટાડા સાથે 18285.40 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ ગેઇનર્સ એટ એ ગ્લાન્સ
Security | LTP (₹) | Change | % Ch. |
SCHNEIDER | 214.55 | +25.45 | +13.46 |
SUDARSCHEM | 439.00 | +46.40 | +11.82 |
OPTIEMUS | 217.25 | +21.00 | +10.70 |
DEEPAKNI | 2,136.40 | +186.70 | +9.58 |
IBREALEST | 62.87 | +5.09 | +8.81 |
બીએસઇ લૂઝર્સ એટ એ ગ્લાન્સ
Security | LTP (₹) | Change | % Change |
DCAL | 114.10 | -16.45 | -12.60 |
POLYPLEX | 1,394.70 | -124.30 | -8.18 |
RPOWER | 12.10 | -0.86 | -6.64 |
ADANIENT | 2,476.90 | -155.35 | -5.90 |
GRMOVER | 176.70 | -10.80 | -5.76 |
આજે બીએસઈમાં મેટલ, બેન્ક, ફાઈનાન્શિયલ, રિયલ્ટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, પાવર, ઓઈલ-ગેસ, ફાર્મા, અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.13 ટકા અને 0.10 ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે યુએસ ડેટ સીલિંગ અંગેની ચિંતાઓ વચ્ચે આજે શેરબજારમાં મેટલ અને બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.ઘરેલૂ શેરબજારમાં આજે સતત ત્રણ સેશનની તેજી પર બ્રેક વાગી હતી અને સેન્સેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. યૂએસ ડેટ સીલિંગને લગતી ચિંતાઓથી શેરબજારમાં સેન્ટિમેન્ટ ખરડાઈ રહ્યું છે.