MCX: હાલમાં ટ્રેડરો ઓપ્શન્સમાં વિશેષ રસ દાખવી રહ્યા છેઃ રૂ. 2000ની નોટ નાબૂદીની ઇફેક્ટ?!!!
MCX DAILY REPORT: બુલિયન ઓપ્શન્સમાં રૂ.20,999 કરોડનું ઓલટાઈમ હાઈ નોશનલ દૈનિક ટર્નઓવર
મુંબઈ, 24 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર 23 મેને મંગળવારના રોજ મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં બુલિયન ઓપ્શન્સમાં રૂ.20,999.7 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ સોનાના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.18,679.5 કરોડનાં 31 ટનનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 10.5 ટનના સ્તરે પહોંચ્યો હતો, જે દર્શાવે છે કે હાલમાં ટ્રેડરો ઓપ્શન્સમાં વિશેષ રસ દાખવી રહ્યા છે.
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,30,455 સોદાઓમાં કુલ રૂ.20,731.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,610.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13101.79 કરોડનો હતો.
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ
દરમિયાન, બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 62,398 સોદાઓમાં રૂ.4,590.6 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,196ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,285 અને નીચામાં રૂ.60,101 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 વધી રૂ.60,218ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.48,479 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.6,039ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.60,256ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,924ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,134 અને નીચામાં રૂ.71,510 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.420 ઘટી રૂ.71,744 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.395 ઘટી રૂ.71,806 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.383 ઘટી રૂ.71,817 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાંરૂ.19 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 17,141 સોદાઓમાં રૂ.1,807.5 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.708ના ભાવે ખૂલી, રૂ.11.75 ઘટી રૂ.700.85 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.207.85 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.5.10 ઘટી રૂ.210ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.208.05 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.182.15 જસત-મિની મે વાયદો રૂ.5.40 ઘટી રૂ.209.55 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડીના વાયદામાં રૂ.60 વધુ ઘટ્યા, ક્રૂડ તેલમાં સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 34,349 સોદાઓમાં રૂ.1,190.75 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,095ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,169 અને નીચામાં રૂ.6,095 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.49 વધી રૂ.6,141 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.49 વધી રૂ.6,141 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.193ના ભાવે ખૂલી, રૂ.0.60 ઘટી રૂ.192.70 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 0.6 ઘટી 192.6 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.21.80 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,360 અને નીચામાં રૂ.57,900 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 ઘટી રૂ.58,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8 ઘટી રૂ.951.40 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાંરૂ.7,611 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13101.79 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,565.79 કરોડનાં 4,257.142 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,024.81 કરોડનાં 281.436 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.526.18 કરોડનાં 8,57,330 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.664.57 કરોડનાં 3,23,01,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.239.18 કરોડનાં 11,579 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.56.01 કરોડનાં 3,054 ટન તાંબાના વાયદાઓમાં રૂ.934.65 કરોડનાં 13,240 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.577.66 કરોડનાં 27,200 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.13.11 કરોડનાં 2,256 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.69 કરોડનાં 90.36 ટનનાં કામકાજ થયાં હતાં.