સાઈન્ટ DLM: આકર્ષક IPO 27 જૂનેઃ પ્રાઇસબેન્ડ 250-265
જૂથની પ્રમોટર કંપની સાઇન્ટ (ઇન્ફોટેક એન્ટર.)નો શેર રૂ. 20ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1400+
જૂથની સાઇન્ટ (અગાઉની ઇન્ફોટેક એન્ટરપ્રાઇસિસે પણ અગાઉ 1997માં શેરદીઠ ર. 20ની પ્રાઇસથી આઇપીઓ યોજ્યો હતો. જેના શેરનો ભાવ હાલમાં રૂ. 1400 પ્લસ ચાલી રહ્યો છે. તેમજ કંપની બે વાર બોનસ ઈશ્યૂ પણ યોજી ચૂકી છે. તેમજ સતત ડિવિડન્ડ ચૂકવણીનો આકર્ષક ઇતિહાસ પણ ધરાવે છે. સાઇન્ટ DLMનો આઇપીઓ પણ આ ટ્રેક રેકોર્ડ, ફન્ડામેન્ટલ્સ તેમજ ફેન્સી જોતાં આકર્ષક રિટર્ન આપનારો પૂરવાર થઇ શકે છે.
Cyient DLM આઇપીઓ અંગેની વિગતો
ઇશ્યૂ ખૂલશે | 27 જૂન |
ઇશ્યૂ બંધ થશે | રૂ. 30 જૂન |
ફેસવેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 250- 265 |
લોટ સાઇઝ | 56 શેર્સ |
કુલ ઇશ્યૂ સાઇઝ | 2.23 કરોડ શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 592 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 23 જૂનઃ સાઈન્ટ DLM લિમિટેડ જૂનના રોજ રૂ. 5,92.00ના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. બિડ/ઇશ્યૂની અંતિમ તારીખ 30 જૂન હશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઇશ્યૂનો સમયગાળો, બિડ/ઇશ્યૂ ખોલવાની તારીખ પહેલાંનો એક કાર્યકારી દિવસ છે, એટલે કે, સોમવાર, જૂન 26, 2023. કંપનીએ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં શેરદીઠ રૂ. 250- 265ની પ્રાઇસબેન્ડ નક્કી કરી છે. જેની બિડ ઓછામાં ઓછા 56 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 56 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. કંપનીના શેર્સ બીએસઇ તેમજ એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. 1993માં સ્થપાયેલી Cyient DLM લિમિટેડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (EMS) અને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની બિલ્ડ ટુ પ્રિન્ટ (“B2P”) અને બિલ્ડ ટુ સ્પેસિફિકેશન (“B2S”) સેવાઓ તરીકે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેવાઓ પ્રદાન કરે છે. B2P સોલ્યુશન્સ ક્લાયન્ટને તે પ્રોડક્ટ માટે ડિઝાઇન પ્રદાન કરે છે B2S સેવાઓમાં ક્લાયન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલ વિશિષ્ટતાઓના આધારે સંબંધિત ઉત્પાદનની ડિઝાઇન અને ઉત્પાદનનું ઉત્પાદન સામેલ છે.
કંપનીના ક્લાયન્ટ લિસ્ટમાં ટોચની કંપનીઓ
કંપનીના ક્લાયન્ટ લિસ્ટમાં હનીવેલ ઇન્ટરનેશનલ ઇન્ક. (“હનીવેલ”), થેલ્સ ગ્લોબલ સર્વિસિસ S.A.S (“થેલ્સ”), ABB Inc, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અને Molbio 152 ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.
એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
વર્ષાન્ત | Assets | આવકો | નેટ પ્રોફીટ | Net Worth | Reserves | Borrowing |
31-Mar-20 | 593.49 | 464.91 | -6.70 | 25.71 | 24.34 | 261.37 |
31-Mar-21 | 645.03 | 636.91 | 11.81 | 37.65 | 36.29 | 233.77 |
31-Mar-22 | 776.91 | 728.48 | 39.80 | 77.11 | 75.75 | 293.19 |
31-Mar-23 | 1104.72 | 838.34 | 31.73 | 197.87 | 145.01 | 314.47 |
(આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે.)
ઇશ્યૂમાંથી એકત્રિત ભંડોળનો સંભવિત ઉપયોગ
કંપની ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ નીચેના ઑબ્જેક્ટ્સના ભંડોળ માટે કરવા માગે છે:
વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો સંતોષવી | કંપનીના મૂડી ખર્ચનું ભંડોળ |
દેવા ચૂકવણી આંશિક કે પૂર્ણ કરવી | એક્વિઝિશન દ્વારા વૃદ્ધિ હાંસલ કરવી |
સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે | તેમજ અન્ય ખર્ચને પહોંચી વળવા માટે |
Application | Lots | Shares | Amount |
Retail (Min) | 1 | 56 | ₹14,840 |
Retail (Max) | 13 | 728 | ₹192,920 |
S-HNI (Min) | 14 | 784 | ₹207,760 |
S-HNI (Max) | 67 | 3,752 | ₹994,280 |
B-HNI (Min) | 68 | 3,808 | ₹1,009,120 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)