• સોનાના વાયદામાં રૂ.227 અને ચાંદીમાં રૂ.977નો વધારો
  • કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ
  • રબરમાં સુધારો, બુલડેક્સ વાયદામાં 641 પોઈન્ટનો સુધારો
  • મેટલડેક્સમાં 2065, એનર્જી વાયદામાં 1588 પોઈન્ટની મૂવમેન્ટ

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25 ફેબ્રુઆરીથી 3 માર્ચના સપ્તાહ દરમિયાન 2,745,509 સોદાઓમાં કુલ રૂ.255,091.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 698,037 સોદાઓમાં કુલ રૂ.71,980.29 કરોડનો ધંધો થયો હતો. રશિયા અને યુક્રેઇન યુદ્ધની સ્થિતિ વચ્ચે સતત ઊછાળો નોંધાવવા સાથે ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,210ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,817ના સ્તરને સ્પર્શી, નીચામાં રૂ.6,777ના મથાળે બોલાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.1,065ના ઉછાળા સાથે રૂ.8,340 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.70 ઘટી રૂ.360.10 બંધ થયો હતો.

કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 641 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 2065 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 1588 પોઈન્ટની મૂવમેન્ટ સપ્તાહ દરમિયાન રહી હતી.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 856158 સોદાઓમાં રૂ.85,243.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,450.83 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.451.33 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.69,092.95 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,226.63 કરોડનાં કામકાજ થયાં હતાં.

કોમોડિટી વાયદાની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 990,250 સોદાઓમાં કુલ રૂ.57,476.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.51,180ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,070 અને નીચામાં રૂ.50,040ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.227ની વૃદ્ધિ સાથે રૂ.51,770ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.110 વધી રૂ.41,296 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.5,134ના ભાવે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.65,501ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.67,776 અને નીચામાં રૂ.63,696ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 977 વધી રૂ.67,008ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 970 વધી રૂ.68,047 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.978 વધી રૂ.68,061 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,809 સોદાઓમાં રૂ.795.87 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.1,962.50 બંધ થયો હતો. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,190ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.37,540 અને નીચામાં રૂ.36,120ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.70 ઘટી રૂ.37,040ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,798ના ભાવે ખૂલી, રૂ.176 વધી રૂ.16820 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.30.20 ઘટી રૂ.984.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 240,495 સોદાઓમાં રૂ.31,071.69 કરોડનાં 60,663.638 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 749,755 સોદાઓમાં કુલ રૂ.26,405.27 કરોડનાં 3,950.383 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 441,942 સોદાઓમાં રૂ.55,677.79 કરોડનાં 7,16,03,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 256,095 સોદાઓમાં રૂ.16,303 કરોડનાં 465390000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 6,192 સોદાઓમાં રૂ.771.48 કરોડનાં 209675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 589 સોદાઓમાં રૂ.23.26 કરોડનાં 234 ટન, રબરના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.0.40 કરોડનાં 24 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 22,054.225 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 357.677 ટન, ક્રૂડ તેલમાં 1261700 બેરલ અને નેચરલ ગેસમાં 7351250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 188900 ગાંસડી, મેન્થા તેલમાં 309.6 ટન, રબરમાં 54 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 23685 સોદાઓમાં રૂ.2,242.04 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,298 સોદાઓમાં રૂ.741.68 કરોડનાં 9,889 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 11,536 સોદાઓમાં રૂ.1,218.33 કરોડનાં 12,352 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 2,851 સોદાઓમાં રૂ.282.03 કરોડનાં 2,946 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 582 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,197 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 192 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ માર્ચ વાયદો 7,311ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,507 અને નીચામાં 6,919ના સ્તરને સ્પર્શી, 1588 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 747 પોઈન્ટ વધી 8,151ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,060ના સ્તરે ખૂલી, 641 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 101 પોઈન્ટ વધી 15,183ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 19,051ના સ્તરે ખૂલી, 2065 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1743 પોઈન્ટ વધી 20778ના સ્તરે પહોંચ્યો હતો.

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટપાકતી તારીખભાવનું એકમબંધ (રૂ.)આગલો બંધ (રૂ.)વધઘટ (રૂ.)ફેરફાર (%)
ક્રૂડ તેલ 21-03-221 બેરલ83407275106514.64
ક્રૂડ તેલ 19-04-221 બેરલ8105715395213.31
નિકલ 29-04-221 કિલો2084.41847.6236.812.82
નિકલ 31-03-221 કિલો2089.41854.1235.312.69
એલ્યુમિનિયમ 29-04-221 કિલો304.75272.132.6512
એલ્યુમિનિયમ 31-03-221 કિલો303.15271.231.9511.78
ક્રૂડ તેલ 19-05-221 બેરલ7811707473710.42
એનર્જી ઈન્ડેક્સ 10-03-221 યુનિટ8151740474710.09
મેટલડેક્સ 22-03-221 યુનિટ207781903517439.16
એનર્જી ઈન્ડેક્સ 07-04-221 યુનિટ808174046779.14
સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટપાકતી તારીખભાવનું એકમબંધ (રૂ.)આગલો બંધ (રૂ.)વધઘટ (રૂ.)ફેરફાર (%)
મેન્થા તેલ 31-03-221 કિલો984.31014.5-30.2-2.98
મેન્થા તેલ 29-04-221 કિલો9941011.2-17.2-1.7
કપાસ 29-04-2220 કિલો1962.51990-27.5-1.38
નેચરલ ગેસ 26-04-221 એમએમબીટીયૂ362.3363.2-0.9-0.25
નેચરલ ગેસ 28-03-221 એમએમબીટીયૂ360.1360.8-0.7-0.19
કોટન 31-03-221 ગાંસડી3704037110-70-0.19
બુલડેક્સ 25-05-221 યુનિટ1520015224-24-0.16
કોટન 29-04-221 ગાંસડી3740037410-10-0.03
ગોલ્ડ-પેટલ 30-06-221 ગ્રામ5170516910.02
ગોલ્ડ-પેટલ 29-04-221 ગ્રામ5153514580.16
સપ્તાહના ટોપ-10 કોમોડિટી વાયદા વોલ્યુમ
એમસીએક્સ કોન્ટ્રેક્ટવોલ્યુમ અને ઓ.ઈન્ટ. એકમસોદામૂલ્ય (રૂ. કરોડમાં)વોલ્યુમઓ. ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે
ક્રૂડ તેલબેરલ44194255677.79716037001261700
સોનુંકિલો4118524035.444691020514
નેચરલ ગેસએમએમબીટીયૂ25609516302.504653900007351250
નિકલકિલો4861315181.92775740004027500
ચાંદીકિલો5473312821.081926270206040
તાંબુકિલો469039900.191253125009470000
એલ્યુમિનિયમટન491758165.4628666020895
ચાંદી-મિનીકિલો1736427212.58107508087750
સોનું-મિનીકિલો1091606728.68131511444
ચાંદી-માઈક્રોકિલો5213806371.6194903363887