માત્ર લે-વેચ જ નહિં, ઊંચું ડિવિડન્ડ ચૂકવતાં શેર્સને અપનાવો
ટોચની ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી કંપનીઓમાં સ્મોલકેપ-મિડકેપનો દબદબો
ટોપ-50 ડિવિડન્ડ યિલ્ડ આપતી કંપનીમાં 8 ટકાથી 1000 ટકા સુધીની યિલ્ડ
ડિવિડન્ડ એ કંપનીની નફાકારતા તેમજ રોકાણકારોની વિશ્વસનીયતાનુ માપન છે. મોટાભાગે લાર્જ અને મજબૂત સ્થિતિ ધરાવતી કંપનીઓ ડિવિડન્ડ પેટે ચોખ્ખા નફામાંથી અમુક રકમ તેમના શેર હોલ્ડર્સને વહેંચે છે. જો કે, બીએસઈના આંકડાઓ અનુસાર, ઉંચી ડિવિડન્ડ યિલ્ડ આપવામાં સ્મોલ કેપ અને મીડકેપ અગ્રસેર છે. લિસ્ટેડ તમામ કંપનીઓમાંથી રેકોર્ડ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી ટોપ-50 કંપનીઓમાં 35 ટકા કંપની સ્મોલ કેપ અને મિડકેપ સેગમેન્ટની છે. જેમાં આઈટી કન્સલન્ટિંગ કંપની મજેસ્કો લિ.એ ગત નાણાકીય વર્ષમાં શેરદીઠ રૂ. 974 ડિવિડન્ડ ફાળવી બંધ ભાવ 91.70 સામે 1057.55 ટકા ડિવિડન્ડ યિલ્ડ આપતી ટોચની કંપની છે. સ્મોલ કેપ મજેસ્કોની માર્કેટ કેપ 262.06 કરોડ છે. આ ઉપરાંત ક્લેરિયન્ટ કેમિકલ્સ 33.92 ટકા ડિવિડન્ડ યિલ્ડ આપી રહી છે.
ટોપ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી ટોપ 20 કંપનીઓ (2020-21)
કંપની CMP ડિવિડન્ડ યિલ્ડ% ડિવિડન્ડ(રૂ.)
મજેસ્કો 92 1,057.55 974
ક્લેરિયન્ટ કેમિ. 604.40 33.92 151
BPCL 463 17.08 21
ગુડયર 1,119 15.91 93
ઈન્ડિયાબુલ્સ હાઉ. 260 11.92 6
પોલિપ્લેક્સ કોર્પ 1,386 11.84 53
IOC 109 11.06 10.50
કોલ ઈન્ડિયા 148 10.84 12.50
IL&FS 6 9.98 0.60
PTL એન્ટર. 51 9.73 2.5
શેવિયોટ કંપની 1,874 9.34 48
ઈન્ડસ ટાવર્સ 234.70 8.57 6.40
SJVN 27.80 7.91 2.30
પાવર ફાઈ. 121.00 7.85 9.50
બાલમેર ઈન્વેસ્ટ 488.10 7.68 37.50
HPCL 298.05 7.63 9.75
REC 144.45 7.62 6
P&G 5,702 7.33 230
PTC ઈન્ડિયા 103 7.29 7.50
ગુજરાતની સ્મોલકેપ કંપનીઓમાં ઉંચી ડિવિડન્ડ યિલ્ડ
ગુજરાતની લાર્જ કેપ કંપનીઓ સામે સ્મોલ કેપ કંપનીઓ ઉંચી ડિવિડન્ડ યિલ્ડ આપવામાં બાજી મારી ગઈ છે. ઉલ્લેખીય છે કે, ગુજરાતની લાર્જ કેપ કંપનીઓમાં કોઈપણ કંપની ટોપ-50 ડિવિડન્ડ યિલ્ડની યાદીમાં સામેલ નથી. અંબુજા સિમેન્ટમાં
ગુજરાતની હાઈ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી કંપની
સ્ટેનરોઝ મફતલાલ ઈન્વેસ્ટમેન્ટ-ફાઈ. લિ. 95 6.32 6
અંબુજા સિમેન્ટ 339 5.30 18.50
પ્રવેગ 82 4.90 1.5
ગુજરાત પીપાવાવ 113 3.97 4.60
વેલસ્પન કોર્પ 140 3.57 10.50
ગુજરાત ઈન્ડ. પાવર 83.30 3.24 2.90
લાર્જ કેપ કંપનીઓ દ્રારા સતત ડિવિડન્ડની લ્હાણી
છેલ્લા ચાર વર્ષના આંકડા પર નજર કરીએ તો, લાર્જ કેપ ધરાવતી કંપનીઓ શેરદીઠ સતત ઉંચુ ડિવિન્ડ ફાળવી રહી છે. જેમાં બજાજ ઓટો, ગેઈલ, આઈટીસી, હિરો મોટોકોર્પ, એસજેવીએન સામેલ છે. આ ઉપરાંત બેઝિક મટિરિયલ્સ, બેન્કિંગ- અને પીએસયુ કંપનીઓ દરવર્ષે ડિવિડન્ડની લ્હાણી કરવામાં સફળ રહી છે. એક્સિસ સિક્યુરિટીઝ દ્રારા તૈયાર કરવામાં આવેલા ઉંચી ડિવિડન્ડ યિલ્ડ આપતી કંપનીઓમાં 35 ટકાથી વધુ સરકારી કંપનીઓએ ડિવિડન્ડ ફાળવ્યુ છે. આ ઉપરાંત આઈટી, રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં પણ ડિવિડન્ડનુ પ્રમાણ વધ્યુ છે.
ટોપ ડિવિડન્ડ આપતી કંપનીઓ
કંપની 2021 2020 2019 2018
બજાજ ઓટો 140 120 60 60
ગેઈલ 5 6.40 7.13 9.09
SJVN 1.80 2.20 2.15 2.10
આઈટીસી 10.75 10.15 5.75 5.15
હિરો મોટોકોર્પ 105 90 87 95