મુંબઈ, 25 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,28,875 સોદાઓમાં કુલ રૂ.24,571.9 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,455.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17100.96 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 54,130 સોદાઓમાં રૂ.4,500.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,041ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,218 અને નીચામાં રૂ.59,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.26 ઘટી રૂ.59,050ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.49 વધી રૂ.47,604 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,855ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.30 ઘટી રૂ.58,983ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સમાં રૂ. 17100.96 કરોડનું ટર્નઓવર

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,379ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,765 અને નીચામાં રૂ.74,201 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 વધી રૂ.74,436 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.308 વધી રૂ.74,303 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.305 વધી રૂ.74,291 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 16,182 સોદાઓમાં રૂ.1,775.31 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.729.10ના ભાવે ખૂલી, રૂ.10.60 વધી રૂ.735.90 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.197.55 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.216ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 વધી રૂ.197.55 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.183.30 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.30 વધી રૂ.215.50 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલમાં નોમિનલ સુધારો, બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 30,661 સોદાઓમાં રૂ.1,156.59 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,454ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,475 અને નીચામાં રૂ.6,416 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.6,465 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.5 વધી રૂ.6,462 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.222ના ભાવે ખૂલી, રૂ.2.60 વધી રૂ.223.10 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.5 વધી 223.1 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.22.40 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,500 અને નીચામાં રૂ.59,100 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 વધી રૂ.59,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.80 ઘટી રૂ.857.10 બોલાયો હતો.

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,455 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,466.06 કરોડનાં 4,163.824 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,034.67 કરોડનાં 273.026 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.450.86 કરોડનાં 6,99,020 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.705.73 કરોડનાં 3,15,25,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.281.16 કરોડનાં 14,157 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.35.50 કરોડનાં 1,925 ટન તાંબાના વાયદાઓમાં રૂ.908.69 કરોડનાં 12,330 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.549.96 કરોડનાં 25,321 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.56 કરોડનાં 768 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.17.84 કરોડનાં 201.96 ટનનાં કામકાજ થયાં હતાં.