મુંબઈ, 29 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21થી 27 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 46,00,710 સોદાઓમાં કુલ રૂ.4,14,765.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.95,051.74 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.319487.57 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન બુધવારે બુલિયન ઓપ્શન્સમાં રૂ.33,389 કરોડનું ઓલ ટાઈમ હાઈ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ સોનાના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.30,940 કરોડનાં 52.2 ટન અને સોનું-મિનિ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,460 કરોડનાં 2.5 ટનનાં ઉચ્ચતમ કામકાજ થયાં હતાં.

સોનાના વાયદામાં રૂ.602 અને ચાંદીના વાયદામાં રૂ.1,702નો કડાકો

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,21,507 સોદાઓમાં રૂ.60,335.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,543ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,680 અને નીચામાં રૂ.58,740ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.602 ઘટી રૂ.58,950ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.47 વધી રૂ.48,077 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.28 ઘટી રૂ.5,886ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.581 ઘટી રૂ.58,878ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,489ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,147 અને નીચામાં રૂ.73,250ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,702 ઘટી રૂ.73,747ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,630 ઘટી રૂ.73,668 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,617 ઘટી રૂ.73,667 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.226 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન 1,11,340 સોદાઓમાં રૂ.12,317.7 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.730.80ના ભાવે ખૂલી, રૂ.5.90 વધી રૂ.735.85 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.3 વધી રૂ.199.10 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.4.65 વધી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 વધી રૂ.199.10 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.5.30 વધી રૂ.187.30 જસત-મિની જુલાઈ વાયદો રૂ.5.90 વધી રૂ.219.20 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.351નો ઉછાળોઃ નેચરલ ગેસમાં નરમાઈનો માહોલ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 5,85,507 સોદાઓમાં રૂ.22,283.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,230ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,618 અને નીચામાં રૂ.6,230ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.351 વધી રૂ.6,562 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.352 વધી રૂ.6,562 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.224ના ભાવે ખૂલી, રૂ.12.40 ઘટી રૂ.212.20 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 12.3 ઘટી 212.6 બંધ થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.440 વધ્યોઃ મેન્થા તેલ પણ સુધર્યુ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન રૂ.115.19 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,320ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,000 અને નીચામાં રૂ.58,280ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.440 વધી રૂ.58,860ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.875.30 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.95,052 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,19,487 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.26,837.58 કરોડનાં 45,181.192 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.33,497.73 કરોડનાં 4,479.078 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,004.80 કરોડનાં 1,39,84,230 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.13,278.74 કરોડનાં 59,87,17,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,645.78 કરોડનાં 83,191 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.325.64 કરોડનાં 17,691 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,806.78 કરોડનાં 92,913 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,539.50 કરોડનાં 1,63,296 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.47.75 કરોડનાં 8,064 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.67.44 કરોડનાં 764.28 ટનનાં કામકાજ થયાં હતાં.