BLS ઈ-સર્વિસીઝે IPO માટે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 7 ઓગસ્ટઃ BLS ઈ-સર્વિસીઝ લિમિટેડએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કંપની (1) ભારતમાં મુખ્ય બેંકોને બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ, (2) આસિસ્ટેડ ઈ-સર્વિસીઝ અને (3) ભારતમાં ગ્રાસ રૂટ લેવલે ઈ-ગવર્નન્સ સર્વિસીઝ ક્ષેત્રોમાં અગ્રણી ટેક્નોલોજી સક્ષમ ડિજિટલ સેવા પ્રદાતા છે કંપની 2,41,30,000 ઇક્વિટી શેર્સ (રૂ. 10ની ફેસ વેલ્યુના) સુધીના ફ્રેશ ઇશ્યૂના પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
કંપની નીચે આપેલા હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે કુલ પ્રાપ્ત થનાર રકમનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે: 1. નવી ક્ષમતાઓ વિકસાવવા માટે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને હાલના પ્લેટફોર્મને એકીકૃત કરવા 2. BLS સ્ટોરની સ્થાપના કરીને ઓર્ગેનિક વૃદ્ધિ માટેની પહેલને ભંડોળ પૂરું પાડવા 3. હસ્તાંતરણ દ્વારા ઈનઓર્ગેનિક વૃદ્ધિ હાંસલ કરવા અને 4. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. ઇક્વિટી શેર કે જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે તેને BSE અને NSE પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર્સ છે.