મનોજ વૈભવ જેમ્સ ‘N’ જ્વેલર્સનો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ Rs204-215
IPO ખૂલશે | 22 સપ્ટેમ્બર |
IPO બંધ થશે | 26 સપ્ટેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.204-215 |
લોટ સાઇઝ | 69 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 12,567,442 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 270.20 કરોડ) |
લિસ્ટિંગ | BSE, NSE |
કંપની પ્રમોટર્સઃ ગ્રાંધી ભારતા મલ્લીકા રત્નાકુમારી (HUF), ભારતા મલ્લીકા રત્નાકુમારી ગ્રાંધી, ગ્રાંધી સાઇ કિર્તના
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: દક્ષિણ ભારતની અગ્રણી પ્રાદેશિક જ્વેલરી બ્રાન્ડ મનોજ વૈભવ જેમ્સ ‘N’ જ્વેલર્સ તા. 22 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 204-215ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 22 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 26 સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 69 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 69 ઇક્વિટી શેરના ગુણાંકમાં આગળ બીડ કરી શકશે. પ્રત્યેક Rs 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટેના પબ્લિક ઇશ્યુમાં રૂ. 210 કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યુ અને 2.8 મિલિયન ઇક્વિટી શેરની ઑફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. આ ઇક્વિટી શેરનું BSE અને NSE પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.
ઈશ્યુમાંથી એકત્રિત ફંડનો ઉપયોગઃ સૂચિત 8 નવા શોરૂમની સ્થાપના, મૂડીખર્ચ, ઇન્વેટરી ખર્ચની આંશિક નાણાકીય જરૂરિયાતો સંતોષવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
કંપનીની કામગીરી એક નજરે
મનોજ વૈભવ જેમ્સ ‘N’ જ્વેલર્સ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 8 નગરો અને 2 શહેરોમાં 13 શોરૂમ સાથે માઇક્રો બજારોમાં ઉપસ્થિતિ ધરાવે છે અને તેમનો એકંદરે આંધ્રપ્રદેશ અને તેલંગણાના જ્વેલરી બજારમાં બજાર હિસ્સો ~4% છે જે આ બે રાજ્યોમાં અને નાણાકીય વર્ષ 2023માં સંગઠિત બજારના ~10%નો બજાર હિસ્સો નોંધાવ્યો છે. આ જ્વેલરી બ્રાન્ડ આંધ્રપ્રદેશના સંગઠિત જ્વેલરી રિટેઇલ માર્કેટમાં પ્રારંભિક તબક્કામાં પ્રવેશનારાઓ પૈકી એક છે અને તે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના માઇક્રો બજારોમાં ઉચ્ચ-વૃદ્ધિની સંભાવના વાળા અત્યાર સુધીમાં ઉજાગર ન થયેલા પ્રદેશોમાં પ્રાદેશિક વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે અને આ પ્રકારે કામગીરીના ક્ષેત્રમાં બ્રાન્ડેડ જ્વેલરી માટે બજાર ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2007માં, તેમણે વિશાખાપટ્ટનમમાં પોતાનો મુખ્ય શોરૂમ શરૂ કર્યો હતો, જે 29,946 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને શોપિંગ અનુભવ આપવા માટે ચાર અલગ-અલગ માળમાં ફેલાયેલો છે.
તેના 77% રિટેઇલ શોરૂમ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં છે અને બાકીના હૈદરાબાદ તેમજ વિશાખાપટ્ટનમમાં આવેલા છે જે શહેરી ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તેના દરેક શોરૂમ હાઉસમાં સોના, ડાયમંડ, જેમ્સ, પ્લેટિનમ અને ચાંદીના દાગીના અથવા કલાકૃતિઓના ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં વિવિધ ઉત્કૃષ્ટ અને વિશાળ ડિઝાઇનનો સંગ્રહ ઉપલબ્ધ છે. તેની પેટા-બ્રાન્ડ વિશેષા સોના અને હીરાના આભૂષણોના પ્રીમિયમ સેગમેન્ટમાં સેવા પૂરી પાડે છે.
Manoj Vaibhav Gemsની નાણાકીય કામગીરી (રૂ. કરોડ)
Period | Mar20 | Mar21 | Mar22 | Mar23 | Jun23 |
એસેટ | 819 | 803 | 899 | 1078 | 1083 |
આવક | 1284 | 1,443 | 1,698 | 2031 | 510 |
PAT | 24.39 | 20.74 | 43.68 | 72 | 19 |
નેટવર્થ | 208 | 229 | 273 | 345 | 364 |
રિઝર્વ | 198 | 219 | 263 | 305 | 325 |
દેવાં | 419 | 463 | 478 | 460 | 460 |
30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે, કામગીરીમાંથી રૂ. 508.90 કરોડની આવક થઇ હતી અને ચોખ્ખો નફો રૂ. 19.24 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2023માં તેમની કામગીરીમાંથી રૂ. 2027.34 કરોડની આવક થઇ હતી, જે મુખ્યત્વે સોનાના દાગીનાના વેચાણમાંથી આવી ગતી. વર્ષ 2005માં 50.9 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ જ્વેલરી બ્રાન્ડ્સની રિટેઇલ શોરૂમ દીઠ સરેરાશ આવક અને નાણાકીય વર્ષ 2023 માટે EBITDA મેટ્રિક્સ અનુક્રમે રૂ. 155.95 કરોડ અને રૂ. 11.00 કરોડ રહ્યા હતા. નાણાકીય વર્ષ 2021-2023 ની વચ્ચે આવક અને PAT (ટેક્સ પછીનો નફો) 18.92% અને 85.81%નો CAGR પર વધ્યા છે. તેનું ઇ-કોમર્સ વેચાણ નાણાકીય વર્ષ 2029માં રૂ. 4.16 કરોડ હતું તે નાણાકીય વર્ષ 2023માં રૂ. 36.40 કરોડ થયું છે.
IPOના લીડ મેનેજર્સઃ બજાજ કેપિટલ અને ઇલારા કેપિટલ બુક-રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ ઑફર માટે રજિસ્ટ્રાર છે.