MCX: સોના-ચાંદીના વાયદામાં નરમાઈનો માહોલ
મુંબઈ,27 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24,735.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.182ના ભાવઘટાડા સાથે રૂ.60,770ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.228ના ઘટાડા સાથે રૂ.71,352ના ભાવ બોલાતા હતા. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો રૂ.108ની વૃદ્ધિ સાથે રૂ.7,053 થયો હતો. કોટન-કેન્ડી નવેમ્બર વાયદો રૂ.180 વધી રૂ.59,000 બોલાતો હતો.
ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,90,176 સોદાઓમાં કુલ રૂ.95,753.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.24,535.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 71197.5 કરોડનો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.21 કરોડનાં કામકાજ
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 2,35,810 સોદાઓમાં રૂ.16,218.76 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,824ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,070 અને નીચામાં રૂ.60,585 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.126 વધી રૂ.60,952ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.487 વધી રૂ.48,952 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.5,991ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.83 વધી રૂ.60,735ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,799ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,350 અને નીચામાં રૂ.70,750 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.207 ઘટી રૂ.71,580 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.145 ઘટી રૂ.71,645 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.162 ઘટી રૂ.71,661 બંધ થયો હતો.
એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.203.95
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 11,419 સોદાઓમાં રૂ.1,538.48 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.694.65ના ભાવે ખૂલી, રૂ.1.25 વધી રૂ.694.35 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.204 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.219ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.203.95 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.184.65 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.0.05 ઘટી રૂ.220.05 બંધ થયો હતો.
ક્રૂડ તેલના વાયદામાં રૂ.108ની વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 1,52,870 સોદાઓમાં રૂ.6,764.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,095ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,129 અને નીચામાં રૂ.6,887 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.133 ઘટી રૂ.6,945 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.131 ઘટી રૂ.6,949 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.250ના ભાવે ખૂલી, રૂ.15 વધી રૂ.263.90 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 15 વધી 263.9 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.13.86 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,660ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,000 અને નીચામાં રૂ.58,420 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.620 વધી રૂ.58,820ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.10 વધી રૂ.896.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.24,535 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 71197.5 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,601.76 કરોડનાં 9,202.382 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.10,617 કરોડનાં 1,479.396 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,166.49 કરોડનાં 3,099,120 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.4,597.63 કરોડનાં 162,477,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.138.62 કરોડનાં 6,768 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.40.74 કરોડનાં 2,200 ટન તાંબાના વાયદાઓમાં રૂ.982.77 કરોડનાં 14,020 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.376.35 કરોડનાં 17,041 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.36 કરોડનાં 912 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.50 કરોડનાં 93.24 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ MCX પર બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,784.421 કિલો
ઓપન ઈન્ટરેસ્ટ MCX પર બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,784.421 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,055.061 ટન, તાંબાના વાયદાઓમાં 23,360.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 22,432 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,836 ટન તથા જસત અને જસત-મિનીમાં 24,330 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 638,490 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 21,384,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 6,192 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 586.8 ટનના સ્તરે રહ્યો હતો.