Q2-2024માં બિગબ્લોક કન્સ્ટ્રક્શનની આવકો 22 ટકા વધી રૂ. 59.12 કરોડ
Particular | Q2 24 | Q2 23 | % Change | H1 24 | H1 23 | % Change |
Total Income | 59.12 | 48.6 | 21.8% | 114 | 104 | 9.5% |
EBITDA | 15 | 14 | 8.1% | 28 | 26.2 | 6.0% |
EBITDA Margin (%) | 25.5 | 28.8 | -324 bps | 24.4 | 25.2 | -82 bps |
PAT | 7.56 | 8.6 | -11.8% | 13.6 | 17 | -20.1% |
PAT Margin (%) | 12.8 | 17.7 | – 487 bps | 11.9 | 16.3 | -442 bps |
EPS (Rs.) | 1.07 | 1.21 | -11.8% | 1.92 | 2.4 | -20.1% |
સુરત, 31 ઓક્ટોબર: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ અને પેનલ્સના ઉત્પાદક, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે આવકો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ.59.12 કરોડ (રૂ.48.55 કરોડ) નોંધાવી છે. 8.1 ટકા વૃદ્ધિ સાથે એબિટા રૂ.15.09 કરોડ (એબિટા માર્જિન 25.51%) (રૂ.13.96 કરોડની એબિટા અને એબિટા માર્જિન 28.75%) નોંધાવી છે. કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 7.56 કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન 12.80%) નોંધાયો હતો જેની સામે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 8.57 કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન 17.65%)નો ચોખ્ખો નફો નોંધાયો હતો. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે ઈપીએસ શેર દીઠ રૂ. 1.07 નોંધવામાં આવી હતી.
કંપનીના બોર્ડે નાણાંકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ રૂ. 2ની ફેસ વેલ્યુ પર 10% વચગાળાનું ડિવિડન્ડ એટલે કે રૂ. 0.20 પ્રતિ શેર જાહેર કર્યું છે. કંપનીની ચાલી રહેલી વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં રાખીને, પ્રમોટર જૂથના મોટા ભાગના જૂથો અને તેની સંસ્થાઓ એ તેમના ડિવિડન્ડ અધિકારોને છોડી દેવાનું ચાલુ રાખ્યું છે. પ્રમોટર જૂથે નાણાકીય વર્ષ 2022-23 માટે જાહેર કરાયેલા અંતિમ ડિવિડન્ડ માટેના તેમના અધિકારો પણ જતા કર્યા હતા.
2015માં સ્થાપિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે એએસી બ્લોક સ્પેસમાં મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે જેની સ્થાપિત ક્ષમતા વાર્ષિક 8.25 લાખ ક્યુબિક મીટર (સીબીએમ) છે. કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ગુજરાતમાં ઉમરગાંવ (વાપી) અને કપડવંજ (અમદાવાદ) અને મહારાષ્ટ્રમાં વાડા (પાલઘર)માં સ્થિત છે. કાર્બન ક્રેડિટ જનરેટ કરનારી એએસી ઉદ્યોગમાં તે બહુ ઓછી કંપનીઓમાંની એક છે.
કંપનીની કામગીરી પર ટિપ્પણી કરતા, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળા સમગ્ર પ્લાન્ટમાં ઉચ્ચ ક્ષમતાના ઉપયોગ સાથે વધુ સારા રહેશે. અમે નાણાંકીય વર્ષ 2024માં 20-25%ના તંદુરસ્ત એબિટા માર્જિન સાથે 25-30% વેચાણ વૃદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વાડા પ્રોજેક્ટના બીજા તબક્કાનું વિસ્તરણ અને એસસીજી સાથે સંયુક્ત સાહસ પ્લાન્ટ યોજના મુજબ પ્રગતિ કરી રહ્યા છે. વર્તમાન વિસ્તરણ કંપનીની ઉત્પાદન ક્ષમતા પૂર્ણ થયા બાદ વાર્ષિક 13.75 લાખ ક્યુબિક મીટર થઈ જશે.
કપડવંજ ખાતે એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે પ્લાન્ટ
થાઈલેન્ડના એસસીજી ગ્રુપ સાથેના સંયુક્ત સાહસમાં, મેસર્સ સિઆમ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ લિમિટેડ કપડવંજ, અમદાવાદ (ગુજરાત) ખાતે એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે વાર્ષિક 3 લાખ સીબીએમનો પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપની આગામી 6-7 મહિનામાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા રાખે છે. ભારતમાં એસસીજી ગ્રુપનું આ પ્રથમ રોકાણ છે. બિગબ્લોક કન્સ્ટ્રક્શન સંયુક્ત સાહસ કંપનીમાં 52% હિસ્સો ધરાવે છે.