Cello Worldનો આઈપીઓ અંતિમ દિવસે 41.69 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટ્યા
આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એક નજરે
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (x) |
QIB | 122.20 |
NII | 25.65 |
Retail | 3.21 |
Employee | 2.74 |
Total | 41.69 |
અમદાવાદ, 1 નવેમ્બરઃ દેશની પ્રખ્યાત કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની સેલો વર્લ્ડ લિ. (Cello World Limited)નો આઈપીઓ આજે અંતિમ દિવસે કુલ 41.69 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. સેલો વર્લ્ડના આઈપીઓ માટે સૌથી વધુ 122.20 ગણી એપ્લિકેશન ક્યુઆઈબીએ કરી છે. એનઆઈઆઈ પોર્શન 25.65 ગણો અને રિટેલ પોર્શન 3.21 ગણો ભરાયો હતો.
સેલો વર્લ્ડે તેની ઈશ્યૂ સાઈઝ રૂ. 1900 કરોડ સામે કુલ 79211 કરોડના બીડ પ્રાપ્ત કર્યા છે. જેની ઈશ્યૂ પ્રાઈસ 648 અને માર્કેટ લોટ 61 શેર્સ છે. કંપની શેર એલોટમેન્ટ 6 નવેમ્બરે અને લિસ્ટિંગ 9 નવેમ્બરે થશે. સેલો વર્લ્ડના ગ્રે માર્કેટમાં 20 ટકા પ્રીમિયમ (રૂ. 130) ચાલી રહ્યા છે. જે અગાઉ 30 ટકા હતા. માર્કેટના વર્તમાન માહોલને જોતાં લિસ્ટિંગ 20થી 25 ટકા પ્રીમિયમે થવાની શક્યતા છે.
Cello World ભારતમાં 5 અલગ-અલગ સ્થળોએ 13 ઉત્પાદન એકમો ધરાવે છે. કાર્યક્ષમ ઉત્પાદકતા અને ઉન્નત ઉત્પાદન ક્ષમતાને સક્ષમ કરવા માટે યુરોપિયન બનાવટની મશીનરી સાથે રાજસ્થાનમાં ગ્લાસ ઉત્પાદન એકમ સ્થાપવાનું પણ કંપનીનું લક્ષ્ય છે.
31 માર્ચ, 2023 સુધીમાં, કંપની પાસે તમામ પ્રોડક્ટ રેન્જમાં 15,841 સ્ટોક-કીપિંગ યુનિટ્સ (“SKU”) છે. કંપનીની રાષ્ટ્રીય વેચાણ વિતરણ ટીમમાં 683 સભ્યોનો સમાવેશ થાય છે.