ક્રિપ્ટો માર્કેટમાં ખરીદદારોનુ વર્ચસ્વ વધે તો તેજી રહેવાની અપેક્ષા

શેરબજારોની જેમ ક્રિપ્ટો માર્કેટમાં પણ છેલ્લા કેટલાક મહિનાથી મંદી જોવા મળી રહી છે. બિટકોઈન 63 હજાર ડોલરની સપાટીથી કડડભૂસ થઈ 19000-2000 ડોલરે ટ્રેડિંગ કરી રહ્યો છે. જો કે, 3 સપ્તાહ બાદ પ્રથમ વખત 22 હજાર ડોલર ક્રોસ થયો હતો. અમેરિકી ફેડ રિઝર્વે મંદી સંબંધિત સમસ્યાઓમાંથી ઝડપથી બહાર નીકળવા અંગેની ખાતરી આપતાં ક્રિપ્ટો અને પરંપરાગત બજારમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. માર્કેટ સેન્ટિમેન્ટ સાનુકૂળ દિશામાં આગળ વધી રહ્યુ છે. ઈન્ડેક્સ ફિઅર એન્ડ ગ્રીડ ઈન્ડેક્સ 20 સાથે 2 માસની ટોચે છે. ઓવરસોલ્ડ ઝોન હવે પૂર્ણ થઈ રહ્યો છે. રોકાણકારોએ ક્રિપ્ટોની ખરીદી વધારી છે. રેઝિસ્ટન્સ લેવલ 32300 છે. ખરીદદારોનુ વર્ચસ્વ વધે તો આગામી દિવસોમાં તેજી રહેવાની અપેક્ષા વજીરએક્સના ફાઉન્ડર નિશ્ચલ શેટ્ટીએ વ્યક્ત કરી છે.
ક્રિપ્ટો કરન્સી રેટ એટ અ ગ્લાન્સ
બિટકોઈન | 21581.56 | +5.4 |
લાઈટકોઈન | 51.87 | +3.52 |
ઈથેરિયમ | 1221.93 | +3.26 |
કાર્ડાનો | 0.47 | +0.88 |
સોલાના | 37.19 | +0.03 |
ટેરા વધુ 6 ટકા ઉછળી
ક્રિપ્ટો કરન્સી ટેરા લુનાના અપગ્રેડેશન સાથે જ ફરી પાછી તેમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે વધુ 5.97 ટકા ઉછળી 2.26 ડોલરે પહોંચી હતી. આ સાથે માર્કેટ કેપ 28.85 કરોડ ડોલર સાથે ટ્રેન્ડિંગમાં રહી છે. સંસ્થાકીય રોકાણકારોએ ટેરાલુનામાં ખરીદી વધારી હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.