Bumper Listing: Kay Cee Energy & Infraના આઈપીઓએ લિસ્ટિંગ સમયે 367 ટકા રિટર્ન આપ્યું
અમદાવાદ, 5 જાન્યુઆરીઃ એસએમઈ સેગમેન્ટમાં કે સી એનર્જી એન્ડ ઈન્ફ્રા લિ. (Kay Cee Energy & Infra Ltd. IPO)ના આઈપીઓએ આજે બમ્પર લિસ્ટિંગ કરાવી રોકાણકારોને 366.66 ટકા રિટર્ન આપી માલામાલ કર્યા છે. NSE SME ખાતે રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 252ના સ્તરે લિસ્ટેડ થયો હતો. બાદમાં વધી 264.60ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 239.40 થયો છે. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં શેર 5 ટકા લોઅર સર્કિટ સાથે 240.50 પર ટ્રેડેડ હતો.
લિસ્ટિંગ એટ અ ગ્લાન્સ
ઈશ્યૂ સાઈઝ | 15.93 કરોડ |
ઈશ્યૂ પ્રાઈસ | 54 |
લિસ્ટિંગ | 252 |
ટોચ | 264.60 |
રિટર્ન | 390 ટકા |
વીજ વિતરણ અને ટ્રાન્સમિશન સેગમેન્ટમાં કાર્યરત કંપનીના આઈપીઓને પણ હજાર ગણો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં રિટેલ સબ્સ્ક્રિપ્શન 1311.10 ગણા સાથે કુલ 1052.45 ગણો ભરાયો હતો. એનઆઈઆઈ પોર્શન 1668.97 ગણો અને ક્યુઆઈબી 127.71 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. કંપનીએ 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 15.93 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જેમાં એન્કર ઈન્વેસ્ટમેન્ટ રૂ. 4.32 કરોડનું નોંધાયુ હતું.
ગ્રે માર્કેટમાં કે સી એનર્જીના આઈપીઓએ ધૂમ મચાવી હતી. જેમાં 160 ટકાથી વધુ પ્રીમિયમ જોવા મળ્યા હતા. આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ હતો. પ્રમોટર્સ કંપનીમાં 96.12 ટકા હોલ્ડિંગ ધરાવે છે. રાજસ્થાન સ્થિત એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કંસ્ટ્રક્શન કંપની 132kV સબસ્ટેશન્સનું સંચાલન અને જાળવણી કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથને પ્રોત્સાહનને ધ્યાનમાં રાખતાં કંપનીનું ભાવિ ઉજ્જવળ જણાઈ રહ્યું છે. ફંડામેન્ટલી પણ એસેટ્સ, આવકો, ચોખ્ખો નફો અને નેટવર્થ છેલ્લા 3 નાણાકીય વર્ષથી સતત વધ્યા છે. કુલ દેવુ 30 જૂનના અંતે રૂ. 24.05 કરોડ છે.