UTI મ્યુચ્યુઅલ ફંડનું 10 વર્ષના ગાળા સાથે UTI ગિલ્ટ ફંડ લોન્ચ

અમદાવાદઃ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (યુટીઆઇ)એ યુટીઆઇ ગિલ્ટ ફંડ પ્રસ્તુત કર્યું છે, જે ગવર્મેન્ટ સીક્યોરિટીઝમાં 10 વર્ષનો સતત ગાળો ધરાવતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ છે, જે 10 વર્ષની સતત મેચ્યોરિટી ધરાવે છે. ફંડ પ્રમાણમાં વ્યાજનાં દરનું ઊંચું જોખમ અને ધિરાણનું પ્રમાણમાં ઓછું જોખમ ધરાવે છે. ન્યૂ ફંડ ઓફર 18 જુલાઈ, 2022ના રોજ ખુલશે અને 26 જુલાઈ, 2022ના રોજ બંધ થશે. સ્કીમના રોકાણનો ઉદ્દેશ એવી ગવર્મેન્ટ સીક્યોરિટીઝના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને ઊંચી પ્રવાહિતતા સાથે અસરકારક વળતર આપવાનો છે, જે વેઇટેડ સરેરાશ પોર્ટફોલિયો મેચ્યોરિટી આશરે 10 વર્ષ ધરાવે છે. જોકે સ્કીમના રોકાણનો ઉદ્દેશ હાંસલ થશે એવી કોઈ ખાતરી ન મળી શકે. સ્કીમ કોઈ પણ વળતરની ગેરન્ટી/સંકેત આપતી નથી.  યુટીઆઈ એએમસી લિમિટેડના ફિક્સ્ડ ઇન્કમના ઇવીપી અને ડેપ્યુટી હેડ તથા સ્કીમના ફંડ મેનેજર અનુરાગ મિત્તલે આ લોંચ પર કહ્યું હતું કે, વિવિધ ઉત્પાદનો મારફતે રોકાણની નવી તકો ઓફર કરવાના ઉદ્દેશ સાથે અમારું લેટેસ્ટ ફંડ યુટીઆઈ ગિલ્ટ ફંડ 10 વર્ષનો સતત ગાળો ધરાવે છે, જે યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના પ્રોડક્ટની રેન્જમાં સોવેરિયન રોકાણ સાથે ડ્યુરેશન ફંડમાં વ્યૂહાત્મક ફાળવણી માટે સુસંગત ઓફર છે. જ્યારે ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડ જેવી વિવિધ એસેટમાં વિવિધતાસભર ફાળવણી કરવાની રોકાણકારોને ટેવ પડી છે, ત્યારે ફિક્સ્ડ ઇન્કમની અંદર સોવેરિયન ફાળવણી ધિરાણનું જોખમ લઘુતમ કરીને, કરદક્ષતાની જરૂરિયાતો જાળવવાની સાથે ઊંચી પ્રવાહિતતા પ્રદાન કરીને શ્રેષ્ઠ મૂલ્ય કે વળતર ઓફર કરી શકે છે.

10 વર્ષના સતત ગાળા સાથે યુટીઆઇ ગિલ્ટ ફંડની વિશિષ્ટ ખાસિયતો

  • લાયકાત ધરાવતા રોકાણકારો
    • લાંબા ગાળાના રોકાણના લક્ષ્યાંકો, પોતાના રોકાણના પોર્ટફોલિયોમાં ઊંચી પ્રવાહિતતા માટે આતુર રોકાણકારો
    • ધિરાણના રોકાણ માટે જોખમ ખેડવાની ઓછી ક્ષમતા, ઊંચી ગુણવત્તા ધરાવતો પોર્ટફોલિયો ઇચ્છતાં રોકાણકારો વ્યાજદરની વધઘટ સાથે સાનુકૂળતા ધરાવે છે તથા કરદક્ષ વાજબી વળતર મેળવવા ઇચ્છે છે
  • ન્યૂ ફંડ ઓફર પ્રાઇસ
    • એનએફઓના ગાળા દરમિયાન સ્કીમના યુનિટનું વેચાણ યુનિટદીઠ રૂ. 10/-ની ફેસ વેલ્યુ પર થશે
  • અરજીની લઘુતમ રકમ
    • અરજીની લઘુતમ રકમ રૂ. 5,000/- અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં છે
  • ઉપલબ્ધ યોજનાઓ અને વિકલ્પો
    • રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન – બંને પ્લાન ગ્રોથ અને આઇડીસીડબલ્યુ વિકલ્પો ઓફર કરે છે
  • લોડનું માળખું
    • એન્ટ્રી લોડ: NA (લાગુ પડતો નથી)
    • એક્ઝિટ લોડ: NIL
  • બેન્ચમાર્ક ઇન્ડેક્સ
    • ક્રિસિલ 10-યર ગિલ્ટ ઇન્ડેક્સ