MUTUAL FUN NEWS: NFO NEWS
બરોડા BNP પરિબા ફ્લેક્સી કેપ ફંડ NFO 25 JULYએ ખુલ્યો
- એનએફઓ તા. 25 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે
- ફંડનું સંચાલન બરોડા BNP પરિબા એસેટ મેનેજમેન્ટ કરશે
અમદાવાદઃ બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા BNP પરિબા ફ્લેક્સી કેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે એક ડાયનેમિક ઇક્વિટી સ્કીમ છે. ફંડ તમામ ક્ષેત્રો અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણની તકોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને મુખ્યત્વે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ કરવાનો હેતુ ધરાવે છે. NFO 25મી જુલાઈથી 5મી ઓગસ્ટ 2022 સુધી સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ છે. ફંડનું સંચાલન બરોડા BNP પરિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (અગાઉનું BNP પરિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ) ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર – ઈક્વિટી, સંજય ચાવલા દ્વારા કરવામાં આવશે. બરોડા BNP પરિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું કે, આ યોજના રોકાણ માટે ત્રણ પાયાનો અભિગમ અપનાવશે. પસંદગીના ક્ષેત્રો માટે ટોપ-ડાઉન અભિગમ, માર્કેટ કેપ્સ પસંદ કરવા માટે હોરિઝોન્ટલ અભિગમ અને સ્ટોક પસંદ કરવા માટે બોટમ-અપ અભિગમ. બરોડા BNP પરિબા ફ્લેક્સી કેપ ફંડ ફાળવણીની તારીખથી પાંચ કામકાજના દિવસોમાં ચાલુ સબ્સ્ક્રિપ્શન્સ માટે ફરીથી ખુલશે.