નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768, રેઝિસ્ટન્સ 22075- 22168, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ
અમદાવાદ, 1 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24નો આખરી મહિનો શરૂ થઇ રહ્યો છે. કંપનીઓના પરીણામો, ચૂંટણીની તારીખો, ચૂંટણી પરીણામો, આરબીઆઇની બેઠક સહિત સંખ્યાબંધ ઇકોનોમિક, પોલિટિકલ અને સેન્ટિમેન્ટલ બનાવો માર્કેટની ચાલ ઉપર અસર કરવા માટે સજ્જ બન્યા છે. ત્યારે રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે પણ સાવધાનની કન્ડિશનમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટ્રેટેજી અપનાવવી પડશે. સપ્તાહ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે પણ નિફ્ટીએ 21800ની સપાટી જાળવી રાખી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22075- 22168 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. ડેઇલી ચાર્ટ ઉપર 21850 પોઇન્ટ આસપાસ બુલિશ કેન્ડલની રચના થયેલી છે. જે દર્શાવે છે કે, બ્રોડર માર્કેટ સેન્ટિમેન્ટન પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સ્મોલ ગેપઅપથી ખૂલે તેવી શક્યતા છે. ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ અપવર્ડ ટ્રેન્ડ દર્શાવે છે. તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, હિન્દાલકો, ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ, ક્રાફ્ટ્સમેન, સીએમએસ ઇન્ફો., એનટીપીસી, સીજી પાવર
સેક્ટર્સ ટૂ વોચઃ ટેકનોલોજી, મેટલ્સ, આઇટી, એફએમસીજી, કન્સ્ટ્રક્શન અને એનર્જી
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45745- 45370, રેઝિસ્ટન્સ 46413- 46705
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)