Dividend Stocks: Vedantaએ સૌથી વધુ શેરદીઠ રૂ. 50 ડિવિડન્ડ ફાળવ્યું, અન્ય 15 શેરોમાં પણ 2-20 ટકા ડિવિડન્ડ યીલ્ડ
અમદાવાદ, 19 માર્ચઃ પોતાના નફામાંથી નિશ્ચિત હિસ્સો શેરધારકો અને રોકાણકારોને ડિવિડન્ડ પેટે ફાળવતી કંપનીઓમાંથી અમુક કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં 2થી 20 ટકાના દરે ડિવિડન્ડ યીલ્ડ આપી છે. જેમાં વેદાંતા લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, કોલ ઈન્ડિયા લિમિટેડ, ગેઈલ (ઈન્ડિયા), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, પીરામલ એન્ટરપ્રાઈઝ, આઈટીસી લિમિટેડ, ટેક મહિન્દ્રા લિમિટેડ, એચસીએલ ટેક્નોલોજીસ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, એનટીપીસી 15 ટોચની ડિવિડન્ડ યીલ્ડ લાર્જ કેપ કંપનીઓ સામેલ છે.
એક્સિસ સિક્યોરિટીઝ દ્વારા સંકલિત યાદી મુજબ, વેદાંતા લિમિટેડ અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ એ બે સ્ટેન્ડઆઉટ મેટલ અને માઇનિંગ સ્ટોક્સ છે જેણે છેલ્લા 12 મહિનામાં 20% અને 13%ની આકર્ષક ડિવિડન્ડ યીલ્ડ આપી છે. છેલ્લા 12 મહિનામાં વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંકે રોકાણકારોને શેર દીઠ અનુક્રમે ₹50 અને ₹39 ડિવિડન્ડ આપી છે. એક્સિસ સિક્યોરિટીઝના ડેટા મુજબ વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક 15 લાર્જ કેપ ડિવિડન્ડ યીલ્ડ શેરોની યાદીમાં ટોચ પર છે.
શેરબજારમાં નિશ્ચિત રિટર્ન મેળવવાની અપેક્ષા ધરાવતા રોકાણકારો નિયમિત ડિવિડન્ડ ફાળવતી કંપનીઓમાં રોકાણ કરી શકે છે. ડિવિડન્ડ યીલ્ડ એ ફાળવવામાં આવેલા ડિવિડન્ડનું શેરની કિંમતના આધારે રિટર્ન છે. તદુપરાંત જ્યારે બજારો અસ્થિર અને વોલેટાઈલ હોય છે, ત્યારે ડિવિડન્ડ યીલ્ડ રિટર્ન મહત્તમ કરવા માટે સ્ટોકની પસંદગી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે 2-5% ની ડિવિડન્ડ યીલ્ડ ખૂબ સારી માનવામાં આવે છે, જો કે તે બજારની સ્થિતિ પર આધાર રાખે છે.
કોલ ઈન્ડિયા અને ગેઈલ (ઈન્ડિયા) એ છેલ્લા 12 મહિનામાં મજબૂત 6% ડિવિડન્ડ યીલ્ડ આપી છે, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દરેક 5% ડિવિડન્ડ યીલ્ડ ફાળવી છે.
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, પિરામલ એન્ટરપ્રાઈઝ અને આઈટીસી લિમિટેડે પણ 4% નું ડિવિન્ડ યીલ્ડ આપ્યું છે. Hero MotoCorp, HCL Technologies, Tata Steel એ એવી કંપનીઓ છે કે જેણે રોકાણકારોને 3% ડિવિડન્ડ યીલ્ડ, જ્યારે NTPC 2%ની ડિવિડન્ડ યીલ્ડ સાથે પણ 15 લાર્જ કેપ ડિવિડન્ડ યીલ્ડ કંપનીઓની યાદીમાં સ્થાન મેળવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)