રાજકોટ, 19 માર્ચ: પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરીના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર રાજૂ એન્જિનિયર્સ લિમિટેડે ભારતના વાપી સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગની જાહેરાત કરી છે. આ સમજૂતી કરાર (એમઓયુ) શિક્ષણજગત અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી વચ્ચે પારસ્પરિક લાભદાયી ભાગીદારીને બળ આપવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

આ સહયોગ પારસ્પિક હીતોના વિવિધ ક્ષેત્રોને આવરી લે છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગની સજ્જતામાં વધારો કરવાનો છે. તેમાં અભ્યાસક્રમ ડિઝાઇન ઇનપુટ, ઇન્ટર્નશીપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર્સ, ફેકલ્ટી ટ્રેનિંગ, લાઇવ પ્રોજેક્ટ્સ, સર્ટિફિકેશન પ્રોગ્રામ, ઇન્ડસ્ટ્રી-પરિભાષિત સમસ્યાઓના ઉકેલ તથા કેમ્પસ રિક્રુટમેન્ટ સહિતના ક્ષેત્રો સામેલ છે.

આ પ્રસંગે વાત કરતાં રાજૂ એન્જિનિયર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુનિલ જૈને કહ્યું હતું કે, આ સહયોગ દ્વારા અમે વિદ્યાર્થીઓને મૂલ્યવાન માહિતી અને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ તથા તેમને સાચા કૌશલ્યો અને માહિતીથી સજ્જ કરવા માગીએ છીએ, જે પ્લાસ્ટિક એન્જિનિયરીંગમાં ઉત્કૃષ્ટતા માટે આવશ્યક છે.

પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્જિનિયરીંગના ડીન ડો. કિરણ ડી પાટિલે કહ્યું હતું કે, આ ભાગીદારી શૈક્ષણિક ઉત્કૃષ્ટતા વધારવા તથા અમારા વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગમાં સફળ કારકિર્દી માટે સજ્જ કરવાના મીશન સાથે અનુરૂપ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)