NSE T+0 settlement: SBI, વેદાંતા, MRF સહિત 25 શેરોમાં 28 માર્ચથી નવી સેટલમેન્ટ સમયરેખા લાગૂ થશે
AMBUJA CEMENTS | ASHOK LEYLAND LTD. |
BAJAJ AUTO LTD. | BANK OF BARODA |
BPCL | BIRLASOFT LIMITED |
CIPLA LTD. | COFORGE LIMITED |
DIVIS LABORATORIES | HINDALCO INDUSTRIES |
INDIAN HOTELS CO. | JSW STEEL LTD. |
LIC HOUSING | LTIMINDTREE LIMITED |
MRF LTD. | NESTLE INDIA LTD. |
NMDC LTD. | ONGC |
PETRONET LNG LTD. | SAMVARDHANA MOTHERSON |
SBI | TATA COMMUNICATIONS LTD. |
TRENT LTD. | UNION BANK OF INDIA |
VEDANTA LIMITED |
મુંબઈ, 27 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), MRF, હિન્દાલ્કો, વેદાંતા સહિત 25 શેરોમાં 28 માર્ચથી T+0 સેટલમેન્ટ સાયકલ શરૂ થશે. સ્ટોક એક્સચેન્જ NSEએ આ 25 શેરોની યાદી બહાર પાડી છે જે આવતીકાલથી શોર્ટ સેટલમેન્ટ સાયકલ માટે પાત્ર બનશે. અગાઉના દિવસે, BSEએ 25 શેરોની યાદી પણ બહાર પાડી હતી જેમાં ગુરુવારથી નવી સેટલમેન્ટ સમયરેખા લાગૂ થશે. T+0, અથવા ટ્રેડ+0 સેટલમેન્ટ સાયકલ, એટલે કે સિક્યોરિટીઝ અને ફંડનું ટ્રાન્સફર ટ્રેડિંગના એ જ દિવસે થશે. આ ઇક્વિટી કેશ માર્કેટમાં હાલના T+1 સેટલમેન્ટ સાયકલની સમાંતર ચાલશે. શોર્ટ સેટલમેન્ટ સાયકલ બજારમાં લિક્વિડિટી વધારવા અને જોખમ ઓછું કરવામાં મદદ કરે છે. 2023માં ભારતીય શેરબજાર સંપૂર્ણપણે T+1 સેટલમેન્ટ સાઇકલમાં શિફ્ટ થયું હતું. આ ટ્રાન્ઝિશન ત્રણ તબક્કામાં થયું હતું.
માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અગાઉ વૈકલ્પિક ધોરણે T+0 ટ્રેડ સેટલમેન્ટ સાયકલનું બીટા વર્ઝન રજૂ કરવા માટે એક માળખું બહાર પાડ્યું હતું. શરૂઆતમાં, આ વિકલ્પ મર્યાદિત 25 સ્ક્રીપ્સ માટે અને મર્યાદિત સંખ્યામાં બ્રોકર સાથે ઉપલબ્ધ હશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)