અમદાવાદઃ મૂડીરોકાણના મામલે રોકાણકારોની વ્યૂહરચના જેમ જેમ જાગૃતિ વધી રહી છે તેમ તેમ બદલાઇ રહી છે. હવે બચતના સાધનોનું સ્થાન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઇ રહ્યા છે. ખાસ કરીને યુવા રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફંડમાં SIP મારફત રોકાણને પ્રાધાન્ય આપી રહ્યા હોવાનું CASHe રિપોર્ટ મારફત જાણવા મળ્યુ છે. તારણો મુજબ, 21-25 વર્ષના વયજૂથ સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો લેવાનું શરૂ કરે છે. તેમાં માસિક ધોરણે કમાણીનો અમુક હિસ્સો SIP મારફત મ્યુચ્યુઅલ ફંડમાં રોકી વેલ્થ ક્રિએશનને પ્રાથમિકતા આપી રહ્યા છે.

34 ટકા નિવૃત્તિને ધ્યાનમાં રાખી રોકાણ કરે છે

47 ટકાની       SIP-રિકરીંગ ડિપોઝિટને પ્રાથમિકતા

41 ટકા આવકના 10-20 ટકા રોકાણ માટે વાપરે છે

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરતાં 47 ટકા લોકો SIP મારફત રોકાણને પ્રાધાન્ય આપી રહ્યા છે. યુવાનો વહેલા નિવૃત્ત થવાના હેતુ સાથે SIP મારફત ટુકડે ટુકડે ઈન્વેસ્ટમેન્ટ કરી વેલ્થ ક્રિએશન કરી રહ્યા છે. એઆઈ આધારિત ફાઈનાન્સિયલ વેલનેસ પ્લેટફોર્મ CASHeના સર્વે રિપોર્ટ અનુસાર, 43 ટકાથી વધુ યુવાનો (21-25 વર્ષનો વયજૂથ) સ્વતંત્રપણે નાણાકીય નિર્ણયો લઈ રહ્યો છે. 31 ટકા લોકો વિઝનને આધારિત બચત વૃત્તિ અપનાવી છે.

યુવાનોમાં INVESTMENTનું પ્રમાણ વધ્યું

યુવાનોમાં INVESTMENT  વ્યૂહરચના અપનાવી રહ્યા છે. 41 ટકા લોકો વાર્ષિક આવકના 10-20 ટકા રકમ બચત માટે અલગ મૂકી રહ્યા છે. જેમાં નિયમિત બચતના ભાગરૂપે SIPને મહત્વ આપી રહ્યા છે. 34 ટકાથી વધુ ઉત્તરદાતાઓએ જણાવ્યું કે, તેઓ આ મુદ્દે ખૂબ સભાન છે અને વહેલી બચત શરૂ કરી દીધી છે. 48 ટકા જેટલાં ઉત્તરદાતાઓએ હજુ સુધી નિવૃત્તિની કોઈ ગણના નથી કરી પણ 23 ટકા યુવાનો ખૂબ ઝડપથી નિવૃત્તિનું આયોજન કરવાનું વિચારે છે.

આધુનિક ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં ડિજિટલ ગોલ્ડ હોટ ફેવરિટ

હજારો લોકો રોકાણ માધ્યમ તરીકે ડિજિટલ વિકલ્પો તરફ વળ્યા છે. 33 ટકા યુવાનોમાં ડિજિટલ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં ડિજિટલ ગોલ્ડ હોટ ફેવરિટ છે. લાંબાગાળે સુરક્ષિત રોકાણ અર્થે ફિઝિકલના બદલે ડિજિટલ ગોલ્ડ તરફ યુવા રોકાણકારો ડાયવર્ટ થયા છે.

ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટમાં કેટલુ રોકાણ

ઈન્સ્ટ્રુમેન્ટ રોકાણકારોની સંખ્યા
ડિજિટલ ગોલ્ડ33 ટકા
ક્રિપ્ટો કરન્સી29 ટકા
ફ્રેક્શનલ ઓનરશિપ17 ટકા
P2P લેન્ડિંગ12 ટકા
યુએસ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ9 ટકા

56 ટકા યુવાનો ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરે છે

CASHeના ફાઉન્ડર અને ચેરમેન વી રમણ કુમારે જણાવ્યું હતું કે, “ડિજિટલ નેટિવ્સ તરીકે જાણીતા મિલેનિયલ્સે તેમનાં રોજબરોજનાં જીવનમાં ટેકનોલોજીને મહત્વનો ભાગ બનાવ્યો છે. જેમાં મની મેનેજમેન્ટ અપવાદ નથીCASHeનું Sqrrlનાં એક્વિઝિશનથી કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઓફર કરવા પ્રતિબદ્ધ છે.

ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને મ્યુ્યુઅલ ફંડ મૂડીરોકાણ માટે કોન્ટેક્ટઃ મહેશ ત્રિવેદી, 9909007975 (વ્હોટ્સેપ)