અમદાવાદ, 9 જુલાઇઃ યુરોપિયન યુનિયનની અગ્રણી બેન્ક અને આંતરરાષ્ટ્રીય બેંકિંગમાં મહત્વપૂર્ણ કંપની BNP પારિબાએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (ગિફ્ટ-આઇએફએસસી)માં આજથી તેની નવી બ્રાન્ચ દ્વારા કામગીરી શરૂ કરી છે. BNP પારિબા ગિફ્ટ સિટી બ્રાન્ચ તેના ઓનશોર અને ઓફશોર ક્લાયન્ટ સાથે નવા બિઝનેસની તકોને આકર્ષીને વ્યાપક પ્રોડક્ટ ઓફરિંગમાં મદદરૂપ બનશે.

BNP પારિબા ઇન્ડિયાના ટેરેટરી હેડ અને સીઇઓ સંજયસિંઘે કહ્યું હતું કે, ગિફ્ટ સિટી બ્રાન્ચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને વૃદ્ધિ સાધતી BNP પારિબા ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી પ્રત્યે અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે. તેનાથી અમે પ્રોડક્ટ્સ અને સ્ટ્રેટેજીક સોલ્યુશન્સની વિશાળ શ્રેણી સાથે વૈવિધ્યસભર વૈશ્વિક ક્લાયન્ટ્સને વધુ સારી રીતે સેવા પૂરી પાડવા શક્ષમ બની શકીશું કારણકે ક્રોસ-બોર્ડર કામગીરી સતત વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમને ઝડપથી વૃદ્ધિ સાધતા ફાઇનાન્સિયલ સેન્ટરમાં સહભાગી બનવાનો તથા વર્ષ 2025 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં યોગદાન આપતાં ખુશી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)