• જોકે શુક્રવારે જોવા મળેલા 652 પોઇન્ટના કરેક્શનમાં રૂ. 2.72 લાખ કરોડનો ઘટાડો

અમદાવાદઃ BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું Mcap સળંગ 5 દિવસની સુધારાની ચાલના અંતે ગુરુવારે રૂ. 280.50 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. અગાઉ તા. 17 જાન્યુઆરીના રોજ Mcap રૂ. 28.02 લાખ કરોડની ટોચે હતું. જોકે, BSE સેન્સેક્સે હજી તેની 62245 પોઇન્ટની સર્વોચ્ચ અને નિફ્ટીએ 18604 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીઓ કૂદાવવાની બાકી છે. જે દર્શાવે છે કે માર્કેટ ધીરે ધીરે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચાલ ચાલી રહ્યું છે.

નવા આઇપીઓના લિસ્ટિંગનો પણ બજારને મળ્યો ટેકો

સેકન્ડરી માર્કેટની સાથે સાથે પ્રાઇમરી માર્કેટમાં અદાણી વિલ્મર, એલઆઇસી, દેલ્હીવેરી, વેદાન્ત ફેશન્સ જેવી કંપનીઓના લિસ્ટિંગના કારણે પણ માર્કેટ સેન્ટિમેન્ટને બૂસ્ટ મળ્યું છે. એલઆઇસી રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 650ના તળિયે બેસી ગયા બાદ હાલમાં રૂ. 686 આસપાસ ચાલી રહ્યો છે. અદાણી વિલ્મર રૂ. 733.95 આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે વેદાન્ત ફેશન રૂ. 1183.65 આસપાસ ચાલે છે.

જુલાઇ માસથી એફઆઇઆઇનો મૂડ બદલાયો

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસ એકધારી વેચવાલી બાદ વિદેશી નાણાકીય સંસ્થાઓની ધીમી ખરીદી શરૂ થઇ છે. તેના કારણે પણ માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઇ રહી છે.

BSE Mcapની સ્થિતિ

વર્ષMcap
2019151
2020113
2021204
2022280.50*

(સ્રોતઃ બીએસઇઃ આંકડા રૂ. લાખ કરોડમાં, *તા. 19-9-2022ની સ્થિતિ અનુસાર)

Mcapની દ્રષ્ટિએ ટોપ-10 બીએસઇ લિસ્ટેડ કંપની

ક્રમકંપનીરૂ. લાખ કરોડ
1રિલાયન્સ17.68
2ટીસીએસ12.38
3એચડીએફસી બેન્ક8.30
4ઇન્ફોસિસ6.72
5એચયુએલ6.18
6આઇસીઆઇસીઆઇ6.06
7એસબીઆઇ4.64
8એચડીએફસી4.46
9બજાજ ફાઇ.4.42
10એલઆઇસી4.34

(તા. 20-8-2022ની સ્થિતિ મુજબ, સ્રોતઃ BSE)

શુક્રવારે સેન્સેક્સમાં 936 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 652 પોઇન્ટનું કરેક્શન

સળંગ પાંચ દિવસની સળંગ સુધારાની ચાલમાં 1481 પોઇન્ટનો સુધારો નોંધાવ્યા બાદ શુક્રવારે સેન્સેક્સે 652 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું હતું. સવારે 53 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ સેન્સેક્સ ઉપરમાં 113 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ સુધારો લાંબુ ટકી શક્યો નહોતો. ઇન્ટ્રા-ડે એક તબક્કે 823 પોઇન્ટ ઘટ્યા બાદ વેલ્યૂ બાઇંગના સહારે સેન્સેક્સમાં ઘટ્યા મથાળેથી 171 પોઇન્ટનો સુધારો રહેવા સાથે 59646 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો.