સ્કોર્પિયો ક્લાસિકની પ્રારંભિક કિંમત ₹11.99 લાખથી શરૂ

બે વેરિઅન્ટ – ક્લાસિક S અને ક્લાસિક S11 તેમજ પાંચ આકર્ષક કલર વિકલ્પોમાં ઉપલબ્ધક્લાસિક S વેરિઅન્ટ પ્રારંભિક કિંમત ₹11.99 લાખ, ક્લાસિક S11 ₹15.49 લાખ

મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ એની આઇકોનિક બ્રાન્ડ સ્કોર્પિયોના નવા અવતાર – ન્યૂ સ્કોર્પિયો ક્લાસિકની કિંમતો જાહેર કરી હતી. બે વેરિઅન્ટ ક્લાસિક S અને ક્લાસિક S11માં ઉપલબ્ધ છે તેમજ તેની પ્રારંભિક કિંમત ₹11.99 લાખથી શરૂ થાય છે (એક્સ-શોરૂમ). સ્કોર્પિયો ક્લાસિકની વેરિઅન્ટ મુજબ કિંમતો નીચે મુજબ છેઃ

વેરિઅન્ટડિઝલ MT (એક્સ-શોરૂમ)
ક્લાસિક S11.99 લાખ
ક્લાસિક S1115.49 લાખ

સંપૂર્ણપણે-એલ્યુમિનિયમ લાઇટવેઇટ GEN-2 એમહૉક એન્જિન, જે 97 kW (132 PS)નો પાવર અને 300 Nm ટોર્ક પેદા કરે છે. નવી સિક્સ-સ્પીડ કેબલ શિફ્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પ્રસ્તુત થઈ છે. સસ્પેન્શન સેટ-અપ શ્રેષ્ઠ સવારી અને સંચાલન પ્રદાન કરવા MTV-CL ટેકનોલોજી સાથે સંવર્ધિત છે. સરળ મેનુવરેબિલિટી અને કન્ટ્રોલ માટે સ્ટીઅરિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ઉપલબ્ધિ હાંસલ થઈ છે.

વેરિઅન્ટ મુજબ ખાસિયતો

ક્લાસિક Sક્લાસિક S11
LED ટેઇલ લેમ્પ્સ 2જી રૉમાં એસી વેન્ટ હાઇડ્રોલિક આસિસ્ટેડ બોનેટ બોનેટ સ્કૂપડ્યુઅલ એરબેગ્સ માઇક્રો હાઇબ્રિડ ટેકઇન્ટેલિપાર્કક્લાસ S ઉપરાંત 22.86 સેમીનું ટચ સ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ LED આઇબ્રોઝ DRL સ્પોઇલર ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ આગળની સીટો પર આર્મ રેસ્ટ

L&Tએ હઝીરામાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કર્યો

સુરત: ઇપીસી પ્રોજેક્ટ્સ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલ ભારતીય બહુરાષ્ટ્રીય જૂથ લાર્સન એન્ડ ટૂબ્રો (L&T)એ ગુજરાતના હઝીરા ખાતેના એ એમ નાઇક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કરવાની જાહેરાત કરી હતી. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ કર્યું હતું. આ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં ઉત્પાદન આજથી શરૂ થયું છે, જે આલ્કલાઇન ઇલેક્ટ્રોલીસિસ પ્રક્રિયા પર આધારિત છે. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ દરરોજ 45 કિલોગ્રામ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે, જેનો ઉપયોગ L&Tના હઝીરા ઉત્પાદન સંકુલમાં કેપ્ટિવ વપરાશ માટે થશે. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ આલ્કલાઇન (380 kW) અને PEM (420 kW) એમ બંને સહિત 800 kWની ઇલેક્ટ્રોલાઇઝર ક્ષમતા માટે ડિઝાઇન કરેલો છે. તેને 990kW પીક DC ક્ષમતા અને 500kWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ)ના રુફટોપ સોલર પ્લાન્ટ દ્વારા ઊર્જા મળશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ભાગરૂપે 380 kW આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર સ્થાપિત કરવામાં આવશે, તો સૌર પ્લાન્ટ ક્ષમતા સાથે 420 kW PEM ઇલેક્ટ્રોલાઇઝર વધીને 1.6 MW પીક ડીસી થશે, જે ભવિષ્યના વિસ્તરણનો ભાગ હશે. આ અંગે L&Tના હોલ ટાઇમ ડિરેક્ટર અને સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (એનર્જી) સુબ્રમનિયન શર્માએ કહ્યું હતું કે L&Tના એન્જિનીયર્સે હઝીરા કોમ્પ્લેક્સમાં ગ્રીન હાઇડ્રોજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે અને ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગ માટે હાલની ઉત્પાદન શોપ સાથે એનું સંકલન કર્યું છે.