અમદાવાદ, 20 ઓગસ્ટઃ આરોપોનો સામનો કરતા અદાણી ગ્રૂપના પ્રદર્શનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે. પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસમાં વૃદ્ધિ નોંધાઈ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રૂપનો EBITDA વાર્ષિક ધોરણે 32.87 % વધીને ₹. 22570 કરોડે પહોંચ્યો હતો. જેના કારણે 12-મહિનાનો EBITDA વધીને ₹. 79180 કરોડ થયો, જે ગત વર્ષ કરતાં 45.13% વધુ છે.

જૂથે નાણાકીય વર્ષ 2024-25 (Q1 FY25) ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ઉત્કૃષ્ટ નાણાકીય પ્રદર્શન દર્શાવતા પરિણામો અને ક્રેડિટ કોમ્પેન્ડિયમ જાહેર કર્યા છે. ક્વાર્ટર દરમિયાન અદાણી ગ્રૂપનું EBITDA વાર્ષિક ધોરણે 32.87 % વધીને ₹22570 કરોડે પહોંચ્યું છે. તેના કારણે વાર્ષિક EBITDA 45.13 % વધીને ₹. 79180 કરોડ થયો.

ગ્રૂપની વૃદ્ધિ મોટાભાગે ગ્રૂપના કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ દ્વારા થઈ આવી હતી, પોર્ટફોલિયો EBITDAમાં તે 80 %થી વધુ યોગદાન આપે છે. ‘કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મમાં અદાણી એન્ટરપ્રાઈઝ (AEL), યુટિલિટી (અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસ) અને ટ્રાન્સપોર્ટ (અદાણી પોર્ટ્સ અને SEZs) ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસનો સમાવેશ થાય છે.

ગ્રૂપના સોલાર અને વિન્ડ પાવર મેન્યુફેક્ચરિંગ, એરપોર્ટ અને રોડ સહિતના ઝડપથી વિકસતા વ્યવસાયો હવે પોર્ટફોલિયોના EBITDAમાં 13.3 % ફાળો આપે છે, જે એક વર્ષ અગાઉ 7.2 % હતો. અદાણી એન્ટરપ્રાઈઝના સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગે વાર્ષિક ધોરણે 125 %ની વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે તેના એરપોર્ટ બિઝનેસે પેસેન્જર ટ્રાફિક, રૂટ્સ અને ગ્રાહક ઓફરિંગમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ એ 29.62 % EBITDA વૃદ્ધિ નોંધાવી અને નવા પોર્ટ કન્સેશન એગ્રીમેન્ટ્સ મેળવીને ટ્રાન્સપોર્ટ સેગમેન્ટે પણ સારું પ્રદર્શન કર્યું છે.

અદાણી પાવરમાં 53.6 % વૃદ્ધિ અને અદાણી ગ્રીન એનર્જીની ઓપરેશનલ કાર્યક્ષમતામાં 30.3 % વૃદ્ધિને કારણે યુટિલિટી સેગમેન્ટે પણ 41.44 %ની EBITDA વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ વિડિનિયમ પોર્ટ અને ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લાઇનના કમિશનિંગ જેવા મોટા પ્રોજેક્ટ્સ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. અદાણી ગ્રુપની મુખ્ય ઉપલબ્ધિઓની વાત કરીએ તો, સૌર ઉત્પાદન વ્યવસાય (ભારતનો પ્રથમ અને સૌથી મોટો વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ સોલર પીવી ઉત્પાદક) MSPVL (મુન્દ્રા સોલર પીવી લિમિટેડ) સેલ લાઈન્સને કાર્યરત છે.

એરપોર્ટ બિઝનેસમાં 7 એરપોર્ટ પર કુલ વાર્ષિક પેસેન્જર ટ્રાફિક પ્રથમ વખત 9 કરોડને વટાવી ગયો છે. ક્વાર્ટર દરમિયાન તમામ સાત એરપોર્ટ પર કુલ આઠ નવા રૂટ, છ નવી એરલાઇન્સ અને 13 નવી ફ્લાઇટ્સ ઉમેરવામાં આવી હતી. ઉપરાંત લખનૌ એરપોર્ટ ટર્મિનલ 3 ના ઉદ્ઘાટન પછી 25 નવી બ્રાન્ડ ઉમેરવામાં આવી છે.

ક્વાર્ટર દરમિયાન રોડ બિઝનેસમાં અત્યાર સુધીનું સૌથી વધુ બાંધકામ 730 લેન-કિલોમીટર હતું. તો 500 મેગાવોટના હાઇડ્રો-પમ્પ્ડ સ્ટોરેજનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. દક્ષિણ એશિયાની અત્યાધુનિક કન્ટેનર-હેન્ડલિંગ ટેક્નોલોજીથી સજ્જ ભારતનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, વિજિન્ગમ પોર્ટ જુલાઈમાં ઔપચારિક રીતે કાર્યરત થયું હતું જે નવેમ્બરમાં કાર્યરત થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)