અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ યુડીઝ સોલ્યુશન્સ લિમિટેડ IT સર્વિસ અને પ્રોડક્ટ આધારીત કંપની આજે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સમાં વિશેષતા ધરાવતી ફિનટેક ફર્મ ABCM એપ પ્રાઇવેટ લિમિટેડમાં 51.01 ટકા હિસ્સો હસ્તગત કર્યા ની જાહેરાત કરી છે. ફિનટેક, ગેમિંગ, બ્લોકચેન અને AIમાં પ્રવેશ સાથે મુખ્ય ખેલાડી તરીકે સ્થાન ધરાવે છે. યુડીઝનો ઉદ્દેશ નાણાકીય સેવામાં ક્રાંતિ લાવવા માટે બ્લોકચેન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ લઇને તેની સેવાઓ વધારવાનો છે.

યુડીઝ સોલ્યુશન્સ લિમિટેડના ચેરમેન અને ડિરેક્ટર ભરત પટેલે જણાવ્યું કે,મેં ખૂબ જ નજીકથી ભારતમાં ફિનટેક લેન્ડસ્કેપને વિકસિત થતા જોયો છે.ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવ્યું હતું કે કેવી રીતે ફિનટેકે નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કર્યું.ABCM એપ્લિકેશનની પેમેન્ટ સિસ્ટમ્સ અને નાણાકીય તકનીકોમાં નિપુણતા યુડીઝની હાલની તકનીકી ક્ષમતાઓને પૂરક બનાવશે. યુડીઝના બ્લોકચેન અને AI સોલ્યુશન્સ સાથે ફિનટેકને જોડવાથી વધુ સુરક્ષિત, કાર્યક્ષમ અને સ્કેલેબલ ડિજિટલ નાણાકીય સેવાઓ પ્રદાન કરીને સ્પર્ધાત્મકતા મળશે.

ABCM એપ પ્રા. લિના(નામ અને હોદ્દો)એ જણાવ્યું હતું કે, “યુડીઝ સોલ્યુશન્સ સાથે સહયોગ અમારા માટે આકર્ષક વિકલ્પો પ્રદાન કરે છે. કેશ લેસ અને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ યુડીઝની અદ્યતન તકનીકી ક્ષમતાઓ સાથે જોડાઈ ને અમારૂ લક્ષ્ય IT સેક્ટરમાં અને  ડિજિટલ નાણાકીય સેવાઓમાં નવું સ્થાન પ્રાપ્ત  કરીને વપરાશકર્તાઓને વધુ મૂલ્ય અને સગવડતા પ્રદાન કરવાનું છે.”

યુડીઝના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ABCMના સંસાધનો, કુશળતા અને ટેક્નોલોજીનું એકીકરણ ખર્ચને ઘટાડી અને ઓપરેશનલ કાર્યક્ષમતા અને અને ઉત્પાદકતામાં વધારો કરશે, અને સમગ્ર બિઝનેસ વર્ટિકલ્સમાં ઝડપી વિકાસને સક્ષમ કરશે.આ સહયોગ અન્ડરસર્વ્ડ રૂરલ માર્કેટમાં માઇક્રો-લેન્ડિંગ, ડિજિટલ વોલેટ્સ અને લો-કોસ્ટ રેમિટન્સ સર્વિસ સહિતની સુગમ ફિનટેક સોલ્યુશન્સ તૈયાર કરવાની સુવિધા પણ આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)