ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સનું SEBIમાં DRHPનું ફાઇલિંગ પૂર્ણ
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સ લિમિટેડે પોતાનો ડ્રાફ્ટ લેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ-નિયમન સંસ્થા સેબી (SEBI)માં ભરી દીધો છે. કંપની હવે રૂ.350 કરોડ સુધીના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને 52,50,000 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
કંપની (i) રૂ.120 કરોડની રકમની કંપની દ્વારા મેળવાયેલી તમામ અથવા ચોક્કસ બાકી ઋણ-ઉધારના અમુક ભાગની પૂર્વચુકવણી અથવા પુનઃચુકવણી, (ii) આગામી માણેકપુર ફૅસિલિટી માટે સાધનો અને મશીનરીની ખરીદી માટે ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત પણ કરી છે, જે રૂ.133.73 કરોડની થવા જાય છે. બાકીનો ભાગ તેણે સામાન્ય વ્યાપારી (કોર્પોરેટ) હેતુઓ માટે રાખ્યો છે.
કંપની સામાન્ય ઘરગથ્થુ વપરાશ માટે પ્લાસ્ટિક કન્ઝ્યુમર-વેર સામાન બનાવવાની 13 વર્ષથી વધારે સમયની કુશળતા ધરાવે છે. તા. 31 માર્ચ, 2024 સુધીમાં કંપની પાસે આઠ સીરીઝમાં 1608 સ્ટોક-કીપિંગ યુનિટો (SKU) હતાં.
કંપની યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ તથા યુનાઇટેડ સ્ટેટ્સ જેવાં બજારોમાં હાજરી ધરાવે છે. સ્થાનિક રીતે પણ કંપની IKEA, Tesco, Asda તેમજ સ્પેન્સર્સ રિટેઇલ લિમિટેડ સહિતના અગ્રણી રિટેઇલરો, સુપર વિતરકો તથા અન્ય વિતરકો સાથે સહયોગ ધરાવે છે. તો, નાણાંકીય વર્ષ 2024માં કંપનીએ નાણાંકીય વર્ષ 2022થી 13.07ના CAGR સાથે કામગીરીમાંથી રૂ. 512.853 કરોડની આવક મેળવી હતી.
એટલું જ નહીં, કંપનીનું EBITDA વધીને રૂ.97.10 કરોડ થવા પામ્યું હતું, જે 29.53 ટકાના CAGRનું પ્રતિબિંબ પાડે છે. જ્યારે, તેનો નફો વધીને રૂ.44.79 કરોડ થયો હતો, જે 35.11 ટકાની CAGR દર્શાવે છે.
ઇન્ટેન્સીવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ તથા ડીએએમ કૅપિટલ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)