MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25107- 24964, રેઝિસ્ટન્સ 25516- 25782
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ સતત કરેક્શન મોડમાં રહેલાં ભારતીય શેરબજારોમાં ચાર દિવસમાં સેન્સેક્સ 3339 પોઇન્ટનું કરેક્શન નોંધાવી 85836 પોઇન્ટથી ઘટી 82497 પોઇન્ટના લેવલ સુધી નીચે ઉતરીચૂક્યો છે. રશિયા- યુક્રેન અને ઇઝરાયેલ- ઇરાન વોર વચ્ચે વધુ કરેક્શનની શક્યતા જોતાં નિષ્ણાતો માર્કેટમાં હાલ નવા લેણ માટે થોભો અને રાહ જુઓની સલાહ જ્યારે વેચવા માટે 30-50 ટકા પ્રોફીટ બુક કરવાની સલાહ આપી રહ્યા છે.
સેન્સેક્સમાં 4 દિવસમાં 3339 પોઇન્ટનું ગાબડું
Date | Open | High | Low | Close |
26/09/24 | 85,167.56 | 85,930.43 | 85,106.74 | 85,836 |
27/09/24 | 85,893.84 | 85,978.25 | 85,474.58 | 85,572 |
30/09/24 | 85,208.76 | 85,359.65 | 84,257.14 | 84,299 |
1/10/24 | 84,257.17 | 84,648.40 | 84,098.94 | 84,266 |
3/10/24 | 83,002.09 | 83,752.81 | 82,434.02 | 82,497 |
ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ઇન્સાઇડ રેન્જથી વર્ટિકલ ફોલ નોંધાવ્યો છે. અને 25050 પોઇન્ટનું હાર્ડકોર સપોર્ટ લેવલ જણાય છે. તેથી શુક્રવારે સેકન્ડ હાફ પછી સુધારો જોવા મળે તેવો આશાવાદ ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી માટે 25050નું લેવલ 50 દિવસીય એવરેજ અને રાઉન્ડ નંબર સપોર્ટ પણ ગણાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, 25500 ક્રોસ થાય પછી 25800ની સપાટી ક્રોસ થઇ શકે તેમ છે, આરએસઆઇ તેના 45ના લેવલથી નીચે છે અને માર્કેટ સંપુર્ણપણે ઓવરસોલ્ડમાં જણાય છે. માટે સ્ટોક સ્પેસિફિક પણ સ્ટોપલોસ હાથવગો રાખીને જ ઇન્ટ્રાડે ટ્રેડની સલાહ મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટી 50 4 ઓક્ટોબરે નેગેટિવ ઓપનિંગ જોવા મળે તેવી શક્યતા છે, જે આજે સવારે થોડા સમય પહેલા 25,417ની આસપાસના GIFT NIFTY ટ્રેડિંગના સંકેતોને ટ્રેક કરે છે. ગુરુવારે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે નિફ્ટી 25,250 ની નીચે જવા સાથે સતત ચોથા સત્રમાં 2 ટકા ઘટ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 1,769.19 પોઈન્ટ્સ અથવા 2.10 ટકા ઘટીને 82,497.10 પર અને નિફ્ટી 546.80 પોઈન્ટ્સ અથવા 2.12 ટકા ઘટીને 25,250.10 પર હતો.
સ્ટોક્સ ટૂ વોચઃ ONGC, SUNPHARMA, BRITANIA, RELIANCE, TATAMOTORS, AXISBANK, KRN, BECTORFOOD, ZOMATO, PAYTM
NIFTY: 25,100-25,000 રેન્જ એ ડાઉનસાઇડ પર જોવા માટે નિર્ણાયક સપોર્ટ, રિબાઉન્ડની સ્થિતિમાં, 25,400-25,500 રેન્જમાં રેઝિસ્ટન્સ શક્યતા
BANK NIFTY: સપોર્ટ 51491- 51138, રેઝિસ્ટન્સ 52391- 52937
સેક્ટર્સ ટૂ વોચઃ સ્ટીલ, હેલ્થકેર, ઓઇલ, ગ્રીન એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટો, પેઇન્ટ, ફાઇનાન્સ, રેલવે, ડિફેન્સ
ફંડ ફ્લો એક્શનઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 3 ઓક્ટોબરે રૂ. 15,243 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 12,914 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
INDIA VIX: વોલેટિલિટી નોંધપાત્ર રીતે વધી હતી, જેના કારણે 3 ઓક્ટોબરના રોજ બુલ્સ વધુ સાવધ બન્યા હતા, જોકે તે 14 માર્કથી નીચે રહ્યું હતું. ઈન્ડિયા VIX 11.99 સ્તરથી 9.86 ટકા વધીને 13.17 પર પહોંચ્યો હતો.
F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ: ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, મણપ્પુરમ ફાઇનાન્સ, બંધન બેંક, બિરલાસોફ્ટ, હિન્દુસ્તાન કોપર, આરબીએલ બેંક