મુંબઈ, 15 DECEMBER: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6થી 12 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 139,42,906 સોદાઓમાં કુલ રૂ.14,82,979.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,58,842.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13,24,123.59 કરોડનો હતો.

કોટનખાંડી વાયદો સપ્તાહ દરમિયાન રૂ.770 ઘટ્યોકપાસિયા વોશ તેલ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ
ચાંદીમાં રૂ.209 અને ક્રૂડ તેલમાં રૂ.173ની વૃદ્ધિનેચરલ ગેસમાં સુધારોબુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,38,192 સોદાઓમાં રૂ.1,00,911.71 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.76,676ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.79,120 અને નીચામાં રૂ.76,311ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,493ના ઉછાળા સાથે રૂ.77,969ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.912ની તેજી સાથે રૂ.62,528 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.71 વધી રૂ.7,734ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,327ના ઉછાળા સાથે રૂ.77,400ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,690ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96,589 અને નીચામાં રૂ.91,843ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.209 વધી રૂ.92,633ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.191 વધી રૂ.92,616 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.184 વધી રૂ.92,603 બંધ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,58,842 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13,24,123 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,17,452 સોદાઓમાં રૂ.16,099.03 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.822.00ના ભાવે ખૂલી, રૂ.2.45 વધી રૂ.822.65 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.243.85 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.70 ઘટી રૂ.179ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.287ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.244.30 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.05 ઘટી રૂ.179.75 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.70 ઘટી રૂ.287 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 9,40,703 સોદાઓમાં રૂ.41,811.18 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,794ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,002 અને નીચામાં રૂ.5,690ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.173 વધી રૂ.5,978 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.169 વધી રૂ.5,976 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.261ના ભાવે ખૂલી, રૂ.39.30 વધી રૂ.299.60 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 38.8 વધી 299.2 બંધ થયો હતો.