સનશાઇન પિક્ચર્સે IPO માટે ફાઇલિંગ કર્યું
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ ફિલ્મ અને ટીવી શૉના પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડે initial public offering (IPO) માટે draft red herring prospectus (DRHP) ફાઇલ કર્યું છે. DRHPમાં 83.75 લાખ સુધીના Equity Shares ની કુલ ઓફર સાઇઝમાં 50 લાખ સુધીના Equity Sharesના ફ્રેશ ઇશ્યૂ તથા 33.75 લાખ સુધીના Equity Sharesની Offer for Sale (OFS)નો સમાવેશ થાય છે. Promoter Selling Shareholder તરીકે વિપુલ અમૃતલાલ શાહ 10,05,800 સુધીના Equity Sharesના વેચાણની દરખાસ્ત કરે છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી આવકનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ 1. કાર્યશીલ મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે, 2. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. આ ઉપરાંત કંપની શેરબજારો પર તેના Equity Sharesના લિસ્ટિંગનો લાભ મેળવવા અને કંપનીની વિઝિબિલિટી તથા બ્રાન્ડ ઇમેજ વધારવા તેમજ ભારતમાં તેના Equity Shares માટે પબ્લિક માર્કેટ ઊભું કરવાની અપેક્ષા ધરાવે છે.
કંપની Net Proceeds માંથી મળનારી રૂ. 94 કરોડ સુધીની રકમનો કંપનીની લાંબા ગાળાની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને ફંડ આપવા માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. કંપનીને તેની ભવિષ્યની વૃદ્ધિને ભંડોળ આપવા માટે અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વધારાની લાંબા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂર છે. આ DRHPની તારીખ સુધીમાં કંપનીએ કરેલા નિર્માણની વિગતો આ મુજબ છેઃ (1. દસ (10) કોમર્શિયલ ફિલ્મો જે પૈકી છ (6) જાણીતા સ્ટુડિયો સાથે સહનિર્મિત છે (2. બે (2) વેબ સિરીઝ (3. બે (2) ટીવી સિરિયલ અને (4. એક (1) શોર્ટ કમર્શિયલ ફિલ્મ. આ ઉપરાંત, આજની તારીખ સુધી કંપની જિઓ સ્ટુડિયોઝ સાથે બે (2) કોમર્શિયલ ફિલ્મ પ્રોજેક્ટ્સનું સહ-નિર્માણ કરી રહી છે જે હાલ પ્રોડક્શન હેઠળ છે અને પ્રસાર ભારતી, દૂરદર્શન માટે એક (1) વેબ સિરીઝનું એકલા હાથે નિર્માણ કરી રહી છે જે દૂરદર્શન ચેનલ અને તેના ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થઈ રહી છે. કંપની પાસે હાલ આઠ (8) ફિલ્મો અને બે (2) વેબ સિરીઝ નિર્માણ માટે પાઇપલાઇન હેઠળ છે.

કંપની છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ અને નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળાથી નફાકારક રહી છે. કંપનીની કામગીરીથી આવકો નાણાંકીય વર્ષ 2024માં રૂ. 133.8 કરોડ, નાણાંકીય વર્ષ 2023માં રૂ. 26.51 કરોડ અને નાણાંકીય વર્ષ 2022માં રૂ. 87.13 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં કામગીરીથી આવકો રૂ. 39.02 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં EBITDA રૂ. 77.75 કરોડ, નાણાંકીય વર્ષ 2024માં રૂ. 73.08 કરોડ, નાણાંકીય વર્ષ 2023માં રૂ. 4.46 કરોડ અને નાણાંકીય વર્ષ 2022માં રૂ. 15.21 કરોડ હતી. તેનો ચોખ્ખો નફો નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 45.64 કરોડ, નાણાંકીય વર્ષ 2024માં રૂ. 52.45 કરોડ, નાણાંકીય વર્ષ 2023માં રૂ. 2.31 કરોડ અને નાણાંકીય વર્ષ 2022માં રૂ. 11.2 કરોડ રહ્યો હતો. સનશાઇન પિક્ચર્સનું નેતૃત્વ પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહ સંભાળે છે જેઓ એમએન્ડઇ ઇન્ડસ્ટ્રીમાં 24 વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવે છે અને ફિલ્મો, ટીવી સિરિયલ્સ અને વેબ સિરીઝના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર તથા ડિરેક્ટર છે.
જીવાયઆર કેપિટલ એડવાઇઝર્સ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)