અમદાવાદ, 31 જાન્યુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઇ)ના ધ્યાનમાં આવ્યું છે કે “અનૈશા પાટિલ” નામની અનધિકૃત વ્યક્તિ મોબાઇલ નંબર “6267178479”, ઈમેલ આઈડી – “national.financial.awareness@gmail.com” દ્વારા ઓપરેટ કરે છે તેમજ “જનરલ મેનેજર – એનએસઇ” હોવાનો દાવો કરીને પોતે એનએસઇના “નેશનલ ફાઇનાન્શિયલ અવેરનેસ એકેડેમી”નું પ્રતિનિધિત્વ/સંલગ્ન હોવાનું જણાવી રહી છે તેમજ એનએસઇના નામ અને લોગોનો ઇરાદાપૂર્વક દુરુપયોગ છે. આ વ્યક્તિએ સરકારી આઇટીઆઇ, ધોરાજી, જિલ્લા રાજકોટ સાથે રોકાણકાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી હતી.

એનએસઇને જાણ કરવામાં આવી છે કે ઉપરોક્ત વ્યક્તિ 30 જાન્યુઆરી 2025 ના રોજ સવારે 11:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી નાણાકીય વ્યવસ્થાપન અને પ્રેરણાત્મક અને શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરશે. એનએસઇ કોઈપણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપરોક્ત સત્ર સાથે સંકળાયેલું નથી અથવા તેને પ્રોત્સાહન આપ્યું નથી.

સામાન્ય જનતાને આ વાતની નોંધ લેવાની સૂચના આપવામાં આવે છે અને જે કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત સત્ર અથવા આવા અન્ય સત્રોમાં જોડાશે / હાજરી આપશે તે પોતાના જોખમે કરશે. એનએસઇ કોઈપણ રીતે ઉપરોક્ત સત્રમાંથી ઉદ્ભવતા અથવા તેના સંબંધમાં ઉદ્ભવતા કોઈપણ દાવા, કાર્યવાહી, વિવાદો, મતભેદો વગેરે માટે જવાબદાર રહેશે નહીં. એનએસઇ આવા વ્યક્તિઓ સામે યોગ્ય ગણાશે તે મુજબ યોગ્ય કાનૂની પગલાં પણ લેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)