17% વ્યાવસાયિકોને આંતરિક બઢતી આપવામાં આવે છે, 83%ની બહારથી ભરતી કરવામાં આવે છે.કાર્યના સ્થળોએ સિનિયર લેવલની ભૂમિકામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા છે

અમદાવાદ, 25ફેબ્રુઆરી: છેલ્લા એક દાયકામાં ભારતના માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 1.2 ટ્રિલિયન અમેરિકન ડોલરથી વધીને 5.2 ટ્રિલિયન અમેરિકન ડોલર થયું છે. આ વૃદ્ધિએ સંસ્થાકીય રોકાણકાર ક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું છે. સીઆઈઈએલ એચઆર સર્વિસીસના તાજેતરના, સીઆઈઈએલ વર્ક્સ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – ટેલેન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઇનસાઇટ્સ શીર્ષક હેઠળના અહેવાલ અનુસાર ભારતમાં છેલ્લા બે વર્ષમાં આ ક્ષેત્રની અંદર કર્મચારીઓની સંખ્યામાં 69 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ અભ્યાસમાં રોકાણકાર ક્ષેત્રની 80 કંપનીઓના 16000થી વધુ એક્ઝિક્યુટિવ્સને આવરી લેવાયા છે અને તે લિંગ વૈવિધ્યતા, કંપનીમાં કાર્યકાળ, માંગમાં ભૂમિકા અને કારકિર્દીની પ્રગતિ જેવા મહત્વના  ક્ષેત્રોમાં મહત્વની સમજ પૂરી પાડે છે.

ટેલેન્ટ મોબિલિટી અંગેના એક નોંધપાત્ર તારણ અનુસાર, ફંડ મેનેજર્સ, પોર્ટફોલિયો મેનેજર્સ અને સીનિયર એનાલિસ્ટ્સ સહિત માત્ર 17 ટકા વ્યાવસાયિકોને તેમની સંસ્થાઓમાં આંતરિક બઢતી આપવામાં આવે છે, જ્યારે 83 ટકાની ભરતી બહારથી કરવામાં આવે છે.

આ સેક્ટરે કાર્યબળની વૈવિધ્યતામાં નોંધપાત્ર પ્રગતિ દાખવી છે, જેમાં મહિલાઓની ભાગીદારી કુલ વર્કફોર્સમાં 27 ટકા છે. જોકે નેતૃત્વની ભૂમિકામાં હજી પણ મહિલાઓનું પ્રતિનિધત્વ ઓછું છે. માત્ર 14 ટકા મહિલાઓ જ સીનિયર પદો પર કાર્યરત છે.

આ તારણો અંગે પ્રતિક્રિયા આપતાં , સીઆઈઈએલ એચઆરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચેરમેન કે પાંડિયારાજને જણાવ્યું હતું કે, 2030 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા તરફનો ભારતનો માર્ગ તેના વધતા જતા બજારના કદનું પ્રતિબિંબ દર્શાવવાની સાથે સાથે જ તેના નાણાકીય પરિદ્રશ્યમાં થઈ રહેલા ઝડપી પરિવર્તનનો પુરાવો છે. ભારત આગામી પાંચ વર્ષમાં 6.1 ટકાના અપેક્ષિત વૃદ્ધિ દર સાથે અને 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની સ્થિતિમાં છે, ત્યારે તેનું સંસ્થાકીય રોકાણકાર ક્ષેત્ર આ ઉત્ક્રાંતિમાં મોખરે છે.

સીઆઇઈએલ એચઆરના અન્ય મુખ્ય તારણો – ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ટેલેન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઇન્સાઇટ્સ રિપોર્ટ

ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ સેક્ટરમાં આશરે 25 ટકા કર્મચારીઓએ પાછલા વર્ષે નોકરી બદલી છે, જે ઉદ્યોગની ગતિશીલ અને સ્પર્ધાત્મક પ્રકૃતિને દર્શાવે છે.સમગ્ર સંસ્થાકીય રોકાણકારોના ક્ષેત્રમાં સરેરાશ કાર્યકાળ 3 વર્ષનો છે, જે ઉચ્ચ ગતિશીલતા અને પ્રતિભાને આકર્ષવા માટેની સ્પર્ધાને દર્શાવે છે.આ ઉદ્યોગમાં વ્યાવસાયિકો મોટાભાગે ઉચ્ચ લાયકાત ધરાવતા હોય છે, જેમાં ટોચની બિઝનેસ સ્કૂલ્સમાંથી એમબીએ, ઉપરાંત સીએ/સીએફએ જેવી ડિગ્રીઓનો સમાવેશ થાય છે.