મુંબઇ, 26 ફેબ્રુઆરી: મુંબઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના અમુક પ્રોજેક્ટ્સના ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપી, જેમના લાંબા સમયથી તણાવગ્રસ્ત રહેણાંક પ્રોજેક્ટ્સ “સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ-ઇનકમ હાઉસિંગ (કિફાયતી અને મધ્ય-આવક આવાસ માટેની વિશેષ વિન્ડો) (SWAMIH I) ઇન્વેસ્ટમેન્ટ ફંડ” હેઠળ પૂર્ણ થયા છે. આ સીમાચિહ્નરૂપ 50,000 ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે, જે દેશભરમાં મુશ્કેલીગ્રસ્ત ઘર ખરીદનારાઓને રાહત આપવા અને તણાવગ્રસ્ત રહેણાંક પ્રોજેક્ટ્સને પુનર્જીવિત કરવાના SWAMIH ના મિશનની પુષ્ટિ કરે છે.

આ કાર્યક્રમમાં અવંત હિલવેઝ, વિઝન હાઇટ્સ અને શુભમ ટ્રાઇડેન્ટ જેવા પ્રોજેક્ટ્સના ઘર ખરીદનારાઓને તેમની ચાવીઓ પ્રાપ્ત થઈ, જે આવાસ વિકાસની મુશ્કેલીઓથી પ્રભાવિત પરિવારોને આશા અને સ્થિરતામાં પાછા લાવવામાં SWAMIH ફંડની પરિવર્તનશીલ ભૂમિકાનું પ્રતીક છે.

2019 માં સ્થાપિત અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રુપ કંપની, SBI વેન્ચર્સ લિમિટેડ દ્વારા સંચાલિત, SWAMIH ફંડ નાણા મંત્રાલય દ્વારા પ્રાયોજિત છે. SBI વેન્ચર્સ લિમિટેડના MD અને CEO પ્રેમ પ્રભાકરે જણાવ્યું હતું કે, “ભારત સરકારના વિઝન અને સમર્થન દ્વારા, આ ફંડ દ્વારા અસંખ્ય હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનો માર્ગ મોકળો કરવામાં સહાયતા મળી છે “.