CRYPTO CRISES: BITCOIN MARKET SHARE CRASHED TO 39%
CRYPTO CRISES: BITCOINનો માર્કેટ શેર અડધો થઇ ગયો
અમદાવાદઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટ છેલ્લા છ માસથી ભારે અફરા-તફરીના માહોલમાં ધકેલાઇ ગયું છે. ખાસ કરીને સૌથી લોકપ્રિય ગણાતી ક્રિપ્ટો કરન્સી BITCOINનો માર્કેટ શેર ઘટીને સાવ અડધો થઇ ગયો છે. એટલું જ નહિં, ક્રિપ્ટો કરન્સી માટેનો ક્રેઝ પણ ધીરે ધીરે ઘટી રહ્યો હોવાનું વૈશ્વિક આંકડાઓ ઉપરથી જોવા મળી રહ્યું છે. બિટકોઈન શુક્રવારે 19625 ડોલરના સાપ્તાહિક તળિયે બેસી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બર, 2021ની સર્વોચ્ચ ટોચ 68789 ડોલરની નોંધાવ્યા બાદ સતત ઘટાડાની ચાલમાં એટલેકે 10 માસમાં BITCOIN 71 ટકા તૂટવા સાથે તેનું માર્કેટશેર પણ ઘટીને અડધો થઇ ગયો છે. વર્તમાન સંજોગોને જોતાં તેમાં વધુ ઘટાડાનો અંદાજ નિષ્ણાતો આપી રહ્યા છે. બિટકોઇનની સાથે સાથે ઇથેરિયમનો માર્કેટ શેર પણ ઘટીને 18 ટકા થઇ ગયો છે. બીજી બાજુ નવા લોન્ચ થઇ રહેલાં સ્ટેબલ કોઇન અને ડોઝ કોઇનનો માર્કેટ હિસ્સો વધી રહ્યો છે. એક સમયે માર્કેટમાં 70 ટકા હિસ્સો ધરાવતો બિટકોઈન આજે ક્રિપ્ટો માર્કેટમાં માત્ર 39.43 ટકા હિસ્સો ધરાવે છે. જેની પાછળનું કારણ વધુ પડતો ભાવ તેમજ સસ્તા દરે અને શોર્ટ ટર્મમાં ઝડપી રિટર્ન આપતા ક્રિપ્ટો ટોકન છે. ETHERIUM મેમાં 896 ડોલરના તળિયે પહોંચ્યા બાદ હાલ 1463.70 ડોલર પર ટ્રેડેડ છે. જો કે, સાપ્તાહિક 13.52 ટકા તૂટ્યો છે.
બિટકોઇનની માર્કેટકેપ પણ ઘટી 95 હજાર ડોલર થઈ ગઇ
વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો કરન્સીની માર્કેટકેપ પણ એક દિવસમાં 3 ટકા ઘટવા સાથે 1 લાખ કરોડ ડોલરની સપાટી તોડી 95.95 હજાર કરોડ થઈ છે. જોકે, કુલ ટ્રેડિંગ વોલ્યુમ આઠ ટકા વધીને લગભગ $84.22 અબજ થયું છે.
ETHERIUMનું મર્જર ઘોંચમાં પડ્યું: ઈથેરિયમે માઈનિંગમાં વપરાતી એનર્જીમાં 99 ટકા ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે પ્રુફ ઓફ વર્કથી પ્રુફ ઓફ સ્ટેકમાં સોફ્ટવેરમાં મર્જર કર્યું છે. જો કે, US SEC (સિક્યુરિટી એક્સચેન્જ કમિશન)એ આ અપડેટેશન અંગે સ્પષ્ટતા માગી છે. જેનો જવાબ ઈથેરિયમે હજી સુધી આપ્યો નથી. ETHERIUMને બોન્ડ, સ્ટોક્સની જેમ કેવી રીતે સિક્યુરિટી એસેટ તરીકે તારવી શકાય તે મામલે સ્પષ્ટતા માગી છે.
ટોચની ક્રિપ્ટો કરન્સીની સ્થિતિ
ક્રિપ્ટો કરન્સી | ભાવ | 24 કલાકમાં | 7સાત દિવસમાં |
Bitcoin | $19,767.80 | -1.82% | -4.68% |
Ethereum | $1,463.20 | -7.91% | -13.63% |
Solana | $32.66 | -3.28% | -7.86% |
Dogecoin | $0.05966 | -1.37% | -6.00% |
BNB | $275.35 | -0.20% | -4.76% |
XRP | $0.3275 | -3.00% | -7.11% |
Cardano | $0.4629 | -2.58% | -6.37% |
Polkadot | $6.88 | -3.05% | -11.40% |
Shiba Inu | $0.00001168 | -2.75% | -11.56% |