સેન્સેક્સ ઐતિહાસિક ઊંચાઇએઃ 62272.68 પોઇન્ટ, નિફ્ટી 18500 નજીક

F&O મન્થલી એક્સપાયરી ડે ના દિવસે જ માર્કેટમાં જોવા મળ્યો બાઉન્સબેક

બેન્કેક્સ 49000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 49270ની નવી ઊંચાઇએ

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સે ગુરુવારે ઇન્ટ્રા-ડે 62412.33 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવવા ઉપરાંત ગેપઅપ ઓપનિંગની સાથે સાથે ગેપઅપ ક્લોઝિંગ આપીને તેજીની આગેકૂચનો સંકેત આપ્યો છે. અર્થાત્ સેન્સેક્સ મંગળવારે જે સપાટીએ બંધ રહ્યો હતો. તેનાથી ઊપરની સપાટીએ ખૂલ્યો અને જે મથાળે ખૂલ્યો તેનાથી ઊપરની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ મંગળવારના 61511 પોઇન્ટના ક્લોઝિંગ સામે 61656 પોઇન્ટની સપાટીએ ખુલી ઇન્ટ્રા-ડે 62412.33 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી નીચામાં 61600 પોઇન્ટ થઇ છેલ્લે 762.10 પોઇન્ટના સુધારા સાથે 62272.68 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ રહ્યો છે. તેની સાથે બેન્કેક્સ પણ 49000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી ઇન્ટ્રા-ડે 49269.85 પોઇન્ટ થઇ છેલ્લે 351.49 પોઇન્ટના સુધારા સાથે 49178.74 પોઇન્ટના ટોચના મથાળે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી-50 જોકે, તેની તા. 18 ઓક્ટોબર-21ની 18543.15 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન માત્ર 13 પોઇન્ટ દૂર રહેવા સાથે 18529.70 પોઇન્ટ સુધી સ્પર્શી છેલ્લે 216.85 પોઇન્ટની સુધારા સાથે 18484.10 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આઇટી- ટેકનોલોજી, ઓઇલ- એનર્જીમાં તેજીનો કરંટ

ખાસ્સા સમય સુધી સુસ્ત રહેલા આઇટી- ટેકનોલોજી સેક્ટર તેમજ ઓઇલ- એનર્જી સેક્ટરમાં ફરી સુધારાનો કરંટ જોવા મળ્યો હતો. જેમાં એનર્જી ઇન્ડેક્સ 0.92 ટકા, ઓઇલ 1.25 ટકા, આઇટી 2.30 ટકા અને ટેકનોલોજી ઇન્ડેક્સ 2.12 ટકાના સુધારા સાથે રહ્યા હતા. એફએમસીજી, ફાઇનાન્સિયલ સર્વિસિસમાં પણ સુધારો રહ્યો હતો. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ થયો હતો.

ભારતીય શેરબજારો વધુ એક ઇતિહાસ રચવા આગળ ધસી રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ નવી ઐતિહાસિક ટોચે સ્પર્શી ગયો છે. શેરબજારોએ અર્થતંત્રની પારાશીશી સમાન છે તે ઉક્તિ અનુસાર ઇન્ડિયન ઇકોનોમિ સતત વૃદ્ધિના નવા શિખરો સજ્જ કરી રહી હોવાનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે.

SENSEX અને BANKEX ઐતિહાસિક ટોચે

વિગતખુલીવધીઘટીબંધસુધારો
સેન્સેક્સ61656.0062412.3361600.0062272.68762.10
બેન્કેક્સ48942.4049269.8548895.8649178.74351.49

નિફ્ટીમાં બિગ બુલિશ કેન્ડલની રચના 18600 પોઇન્ટની સપાટી સર કરી શકે

ટેકનિકલી નિફ્ટીએ બીગ બુલિશ કેન્ડરની રચના જોવા મળી છે. જે ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટીને 18600 પોઇન્ટની જૂની ઊંચાઇ સુધી સુધરવાના સંકેતો આપે છે.

– નિફ્ટીએ તેના ઓપનિંગ કરતાં ક્લોઝિંગ ઊંચું આપ્યું છે.

– ડેઇલી ચાર્ટ ઉપર પણ બીગ બુલિશ કેન્ડલની રચના છે.

– તા. 19 ઓક્ટોબર અને તા. 16 નવેમ્બરના લોંગ ડાઉનવર્ડ સ્લોપિંગ રેઝિસ્ટન્સમાંથી પણ બ્રેકઆઉટ જોવાયું છે.

– નીચામાં 18400- 18300- 18000 પોઇન્ટની સપાટીઓ મહત્વની સપોર્ટ લાઇન ગણાવી શકાય.

– 18604 પોઇન્ટની સપાટી ઉપર સળંગ 3 દિવસ ટકી રહે ત્યારબાદ નિફ્ટી 18700ના લેવલ તરફ અગળ ધસી શકે તેવો ટેકનિકલ એનાલિસ્ટ્સનો મત

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ ટોન તેજીમય

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ3635178171642
સેન્સેક્સ30264

ભારતીય શેરબજારોમાં સુધારાના મહત્વના કારણો

– વ્યાજના દરો ધીરે ધીરે ઘટવાની શરૂઆત થવાનો આશાવાદ

– વૈશ્વિક શેરબજારોમાં સળંગ બે દિવસથી જોવા મળેલી સુધારાની ચાલ

– ક્રૂડની કિંમત અને ડોલર ઇન્ડેક્સમાં જોવા મળેલું ઘટાડાનું વલણ

– યુએસ એફઓએમસીની મિટિંગમાં પણ વ્યાજદર વધારા મુદ્દે જોવાયેલું સાવચેતીનું વલણ

– ટેકનિકલી નિફ્ટીએ તેની મહત્વની 18450 પોઇન્ટની રેઝિસ્ટન્સ વટાવી દીધી

જ્યોતિષની દ્રષ્ટિએ આગામી 15 દિવસ તેજીના…!!

જ્યોતિષીઓના મતે કારતકી અમાસના દિવસે પણ તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહેવા સાથે સેન્સેક્સ, નિફ્ટી, બેન્ક નિફ્ટી સહિતના જે સેક્ટોરલ્સમાં તેજી થઇ હોય. તેમજ રિલાયન્સ, આઇટીસી સહિતના જે શેર્સમાં સુધારાની ચાલ રહી હોય તેમાં આગામી 15 દિવસ સુધી ટ્રેન્ડ જળવાઇ રહેવાની શક્યતા ગણાવાય છે.