સેન્સેક્સે પાંચ માસમાં વર્ષની બોટમથી 22.64 ટકા સુધારા સાથે ઐતિહાસિક ટોચ નોંધાવી

સેન્સેક્સની સામે 15 સ્ક્રીપ્સે સેન્સેક્સ કરતાં અધિક વૃદ્ધિ નોંધાવી

ઇન્ડસઇન્ડ બેન્કે સેન્સેક્સની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ નોંધાવી

વીપ્રો, રિલાયન્સ, પાવરગ્રીડ, ડો. રેડ્ડીમાં સિંગલ ડિજિટની નીચી વૃદ્ધિ

અમદાવાદઃ SENSEXમાં તા. 17 જૂન-2022ના રોજની 50921 પોઇન્ટની 52 વીકની બોટમ સામે તા. 26 નવેમ્બર-22 સુધીમાં એટલેકે આશરે પાંચ માસમાં 22.64 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. તેની સામે સેન્સેક્સ બેઝ્ડ 30 પૈકી 15 સ્ક્રીપ્સમાં સેન્સેક્સ કરતાં વધુ વૃદ્ધિ જોવાઇ છે. જ્યારે વીપ્રો, રિલાયન્સ પાવરગ્રીડ અને ડો. રેડ્ડીઝમાં સિંગલ ડિજિટમાં જ સુધારો નોંધાયો છે. તાતા સ્ટીલમાં રૂ. 10ની મૂળકિંમતવાળા શેરનું રૂ.1ની મૂળકિંમત વાળા 10 શેરમાં વિભાજન થયા પછી શેરમાં 15.5 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. તો બજાજ ફીનસર્વમાં રૂ. 5ની મૂળકિંમત વાળા શેરનું રૂ. 1ની મૂળકિંમતના 5 શેર્સમાં વિભાજન અને ત્યારબાદ એક શેરે એક શેર બોનસ પછી પણ શેરમાં 44.72 ટકાનો બીજા ક્રમનો ઉછાળો નોંધાયો છે. ઇન્ડસઇન્ડ બેન્કમાં સેન્સેક્સ કરતા બમણાથી પણ વધુ એટલેકે 48.8 ટકાનો ઊછાળો નોંધાયો છે.

સેન્સેક્સે તા. 25 નવેમ્બર-2022ના રોજ 62447.73 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છતાં મોટાભાગના રોકાણકારોના મોં દિવેલિયા જ રહ્યા હોવાનું એકમાત્ર કારણ એ છે કે, તેમણે જે શેર્સ બોટમ ફિશિંગ કે ડે- ટ્રેડિંગની ગણતરીથી ખરીદ્યા હોય અથવા એનાલિસિસ સિવાય માત્ર ટીપ્સના આધારે ખરીદ્યા હોઇ શકે છે. સેન્સેક્સની આગેકૂચ જળવાઇ રહેશે કે નહિં, તેનો મુખ્ય આધાર ઇકોનોમિ, પોલિટિક્સ અને માર્કેટ સેન્ટિમેન્ટ આધારીત રહેશે. પરંતુ માર્કેટ ફેન્સી અને મજબૂત ફન્ડામેન્ટલ્સ ધરાવતાં શેર્સ યોગ્ય સમયે આકર્ષક વળતરદાયી પૂરવાર થતાં હોય છે. તે આઇટીસીએ સિદ્ધ કરી આપ્યું છે. માટે રોકાણકારોએ આગામી સુધારાની ચાલ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવાં શેર્સનું વહેલી તકે એનાલિસિસ કરી નિષ્ણાતની સલાહ અનુસાર ઇન્વેસ્ટમેન્ટ માટેની તૈયારી રાખવી જોઇએ તેવી સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

સુધારાની આગેકૂચ જાળવી શકે તેવા સેન્સેક્સ પેક શેર્સ

આઇટીસીબિઝનેસ ગ્રોથ તેમજ બોનસ કેન્ડિડેટ
વીપ્રોITમાં ઘટ્યા મથાળેથી સુધારાની શક્યતા
રિલાયન્સવૈવિધ્યકૃત પોર્ટફોલિયો સંગીન કામગીરી
ડો. રેડ્ડીફાર્મા સેક્ટરમાં ફરી સુધારાની સંભાવના
ટીસીએસકંપનીની કામગીરીમાં સતત સુધારો
ટેક મહિન્દ્રાઆઇટી સેક્ટરમાં ફરી સુધારાની શક્યતા
તાતા સ્ટીલમજબૂત ઉત્પાદન અને વેચાણ સ્થિતિ
નેસ્લેFMCGમાં ડિમાન્ડ ગ્રોથની શક્યતા
ઇન્ફોસિસક્લાયન્ટ્સ અને સંગીન ઓર્ડરબુક સ્થિતિ
એચસીએલ ટેકસુધારામાં ફેન્સીની ફરી જમાવટ થઇ શકે
મારૂતિસંગીન વેચાણ ઉપરાંત વૈવિધ્યકરણ

સુધારાની આગેકૂચમાં અગ્રેસર સેન્સેક્સ પેક શેર્સ

ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફીનસર્વ, એક્સિસ બેન્ક, લાર્સન, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એચડીએફસી

સિંગલ ડિજિટ સુધરેલા સેન્સેક્સ પેક શેર્સ

વીપ્રો, રિલાયન્સ, પાવરગ્રીડ, ડો. રેડ્ડી

સેન્સેક્સપેકમાં છેલ્લા પાંચ માસમાં જોવા મળેલી સ્થિતિ

DETAILS26-11-2217-6-22diff. +/-%
SENSEX624485092122.64
INDUSIND118879748.8
BAJAJFINSERV1633**1128544.72
AXISBANK88862741.62
LT2062148139.2
SBIN60743738.90
ICICIBNK93067038.80
TITAN2595191135.79
M&M126093834.3
ULTRACEM6873515832.98
BHARTIARTL84763832.75
HDFC2682202632.38
SUNPHARMA103379030.75
BAJFINANCE6746523528.86
ITC34026428.78
HDFCBANK1617127227.12
NTPC17014021.42
ASIANPAINT3107256021.37
HINUNILVR2536210020.76
MARUTI9016765017.85
HCLTECH112894419.49
INFY1630136719.23
NESTLE195281643318.87
KOTAKBANK1928165016.84
TATASTEEL106*89515.5
TECHM108094414.40
TCS3388302312.16
DRREDDY441840678.56
POWERGRID2202085.77
RIL261725323.4
WIPRO4034020.25

*STOCK SPLIT FROM Rs. 10 to Rs. 1, **Stock Split From Rs.5/- to Rs.1/- and Bonus issue 1:1

વર્ષની ટોચે પહોંચેલા આકર્ષક શેર્સ

ભેલ82.25
બેન્ક ઓફ બરોડા172.65
બિકાજી410
આઇઆરએફસી32.15

વર્ષની બોટમે રમતાં આકર્ષક શેર્સ

ઓરોબિંદો ફાર્મા455.05
મોતીલાલ ઓએફએસ652.10
નાટકો ફાર્મા560.35

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)