આદિત્ય બિરલા સન લાઇફ AMCને ગિફ્ટ સિટી ખાતે ફંડ મેનેજમેન્ટ (નોન-રિટેલ) અને AIF અને PMS માટે મંજૂરી
મુંબઇ: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ (ABSLAMC)ને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં બ્રાન્ચ ઓફિસમાંથી રજીસ્ટર્ડ ફન્ડ મેનેજમેન્ટ એન્ટિટિ (નોન રિટેલ) તરીકે કામ કરવા અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ (AIF) અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) હાથ ધરવા IFSCAની મંજૂરી મળી છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ખાતે નવું એકમ સ્થાપવાની ABSLAMCની યોજના તેનાં ઇન્ટરનેશનલ બિઝનેસની વૃધ્ધિ, ભારતમાં એનઆરઆઇ સહિતનાં વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચ અને સેવાનું વિસ્તરણ કરવાની દિશામાં વ્યૂહાત્મક પગલું છે.
આ ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના એમડી, સીઇઓ એ બાલાસુબ્રમણિયને જણાવ્યું કે, ભારતમાં અને વિશ્વમાં રોકાણ કરવા માટે ગિફ્ટ સિટી દેશનાં નાણાકીય પ્રવેશદ્વાર તરીકે ઊપસી રહ્યું છે. ગિફ્ટ સિટી ખાતે અમારો ઇન્ટરનેશનલ બિઝનેસ આ યાત્રાનો મહત્વનો હિસ્સો હશે. ભારત સમર્પિત સંસ્થાકીય નિર્દેશોનું સંચાલન તબક્કાવાર રીતે ગિફ્ટ સિટી ખાતેથી થશે. અમે ભારતમાં રોકાણ કરવા માંગતા વૈશ્વિક રોકાણકાર માટે ગિફ્ટ સિટીમાંથી મલ્ટીપલ ફન્ડ્સ લોંચ કરવાની પ્રક્રિયામાં છીએ. અમે વૈશ્વિક રોકાણ કરવા માંગતા ભારતીય અને એનઆરઆઇ રોકાણકારો માટે પણ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરાં પાડીશું.