NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો: કપાસિયા ખોળમાં ઉપલી સર્કિટ
મુંબઇ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદા પણ નીચા મથાળે રહ્યા હતા. આજે એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૧૩૭.૫૦ ખુલી સાંજે ૭૯૭૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૪રૂ. ખુલી ઉંચામાં ૮૧૦૪ તથા નીચામાં ૮૧૦૪રૂ. થઇ સાંજે ૮૧૦૪રૂ. બંધ રહ્યા હતા.
ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.. આજે કપાસિયા ખોળનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૫૩ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૯૫ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જી્રુ તથા સ્ટીલ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જયારે કપાસિયા ખોળ, કપાસ તથા હળદર વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૪૮૬રૂ. ખુલી ૭૪૨૮રૂ., દિવેલ ૧૪૯૩રૂ. ખુલી ૧૪૯૩રૂ., કપાસિયા ખોળ ૨૭૬૪રૂ. ખુલી ૨૮૫૨રૂ., ધાણા ૮૮૪૨રૂ. ખુલી ૮૭૧૦રૂ. ગુવાર સીડ ૫૮૯૨રૂ. ખુલી ૫૭૯૫રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૮૦૦રૂ. ખુલી ૧૨૩૬૪રૂ., જીરા ૨૬૯૪૦રૂ. ખુલી ૨૬૬૮૦રૂ., કપાસ ૧૬૩૦.૦૦રૂ. ખુલી ૧૬૩૮.૦રૂ., સ્ટીલના ભાવ ૪૬૯૯૦ ખુલી ૪૬૪૮૦રૂ. અને હળદર ૬૯૧૪ રૂ. ખુલી ૭૧૫૮રૂ. બંધ રહ્યા હતા.