NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, કપાસિયા ખોળનાં વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ: હાજર બજારોમાં જોરદાર વેચવાલીનાં કારણે વાયદામાં પણ આજે સામુહિક વેચવાલી જોવા મળી હતી. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૬૨૮.૮૦ ખુલી સાંજે ૮૩૯૦.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૭૪ રૂપિયા ખુલી ઉંચામાં ૮૦૭૪ તથા નીચામાં ૮૦૭૪ રૂપિયા થઇ સાંજે ૮૦૭૪ રૂપિયા બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે કપાસિયા ખોળનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી.આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૯૫ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૮૬ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે એરંડા,દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ કપાસ,સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૦૦૦ રૂપિયા ખુલી ૭૦૦૦ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૪૫ રૂપિયા ખુલી ૧૪૪૫ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૩૦૬૩ રૂપિયા ખુલી ૨૮૮૩ રૂપિયા, ધાણા ૭૩૫૦ રૂપિયા ખુલી ૭૩૨૨ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૩૯૮ રૂપિયા ખુલી ૬૧૭૪ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૮૩૦ રૂપિયા ખુલી ૧૩૪૬૦ રૂપિયા, જીરાનાં ભાવ ૩૩૦૦૦ રૂપિયા ખુલી ૩૨૮૭૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૬૨૮.૦૦ રૂપિયા ખુલી ૧૬૧૮.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૫૦૫૦૦ ખુલી ૫૦૫૦૦ રૂપિયા અને હળદરનાં ભાવ ૮૦૫૬ રૂપિયા ખુલી ૮૦૨૮ રૂપિયા બંધ રહ્યા હતા.