અદાણી પોર્ટસ મુંદ્રા દ્વારા 2,00,000 કાર નિકાસ કરાઇ
અમદાવાદ, 31 માર્ચ:મુન્દ્રા: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રા એ નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કારની નિકાસના સીમાચિન્હને પાર કરવામાં આવ્યું છે. જે અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. અદાણી પોર્ટસની RO-RO (રોલ ઇન–રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, બેલ્જિયમ, ફ્રાંસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ તથા ગલ્ફના સહિત અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે.