અમદાવાદની બન્ને બેઠકો માટે 44 જેટલાં વ્યક્તિઓ ફોર્મ લઈ ગયા

અમદાવાદ, 13 એપ્રિલઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તારીખ 7 મે-2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું આજે વિધિવત જાહેરનામું પડવાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ છે. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે આજે અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી પરંતુ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે 44 જેટલાં વ્યક્તિઓ 98 ફોર્મ લઈ ગયા છે. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે 29 વ્યક્તિઓ 59 ફોર્મ લઈ ગયા છે જ્યારે પશ્ચિમ બેઠક માટે 15 વ્યક્તિઓ 39 ફોર્મ લઈ ગયા છે.

૭ – અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે
જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ  સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ ૧૨/૦૪/૨૪થી ૧૯/૦૪/૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદ કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ ૧૨/૦૪/૨૪થી ૧૯/૦૪/૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.