એક્સેન્ટ માઇક્રોસેલનો SME PO 8 ડિસેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.133-140
IPO ખૂલશે | 8 ડિસેમ્બર |
IPO બંધ થશે | 12 ડિસેમ્બર |
એન્કર પોર્શન | 7 ડિસેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.133-144 |
ઇશ્યૂ સાઇઝ | 56 લાખ શેર્સ |
લોટ સાઇઝ | 1000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.78.40 કરોડ |
લિસ્ટિંગ | NSE SME |
અમદાવાદ, 4 ડિસેમ્બર : સેલ્યુલોઝ-આધારિત ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકર્તા એક્સેન્ટ માઇક્રોસેલ લિમિટેડે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) શુક્રવાર 08 નવેમ્બર 2023ના રોજ ખૂલવાની જાહેરાત કરી હતી. એન્કર પોર્શન ગુરૂવાર 07 ડિસેમ્બર 2023ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ મંગળવાર 12 ડિસેમ્બર 2023ના રોજ બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી આશરે રૂ. 78.40 કરોડ ઊભાં કરીને NSE ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ રૂ. 133-140 નિર્ધારિત કરાયો છે તથા 1000 શેર્સનો લોટ રહેશે.
IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 56 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. એન્કર પોર્શન માટે 15.96 લાખ ઇક્વિટી શેર્સ માર્કેટ મેકર માટે 2.8 લાખ ઇક્વિટી શેર્સ ક્યુઆઇબી પોર્શન માટે 10.64 લાખ ઇક્વિટી શેર્સ એનઆઇઆઇ માટે 7.98 લાખ ઇક્વિટી શેર્સ તથા રિટેઇલ (આરઆઇઆઇ) પોર્શન માટે 18.62 લાખ ઇક્વિટી શેર્સ અનામત રાખવામાં આવ્યાં છે.
ઇશ્યના હેતુઓઃ એક્સેન્ટ માઇક્રોસેલ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 54.39 કરોડનો ઉપયોગ ક્રોસકાર્મેલોઝ સોડિયમ (સીસીએસ) સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ (એસએસ) અને કાર્બોક્સિમિથાઈલસેલ્યુલોઝ (સીએમસી)ના ઉત્પાદન માટે ભારતના ગુજરાત ખાતે નવાગામ ખેડામાં નવા પ્લાન્ટની સ્થાપના માટે કરવાની યોજના ધરાવે છે જે એપ્રિલ 2025 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
લીડ મેનેજર્સઃ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તથા કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજીસ્ટ્રાર
કંપનીની કામગીરી અને ઇતિહાસ
કંપની મુખ્યત્વે માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ (એમસીસી)નું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ વ્યાપકરૂપે ફાર્માસ્યુટિકલ ન્યુટ્રાસ્યુટિકલ ફૂડ કોસ્મેટિક તેમજ બીજા ઉદ્યોગોમાં એપ્લીકેશનની વિશાળ શ્રેણી સાથે ટેક્સચરાઇઝર એન્ટીકેકિંગ એજન્ટ બાઈન્ડર લુબ્રિકન્ટ બલ્કિંગ એજન્ટ અને ડાઇલ્યુટન્ટ તરીકે થાય છે. એમસીસી ઉપરાંત કંપની ક્રોસકાર્મેલોઝ સોડિયમ (સીસીએસ) અને મેગ્નેશિયમ સ્ટીઅરેટ (એમએસ)નું પણ ઉત્પાદન કરે છે. વર્ષ 2012માં સ્થાપિત એક્સેન્ટ માઇક્રોસેલે વિવિધ ભારતીય અને વૈશ્વિક ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક ટકાઉ મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે કાર્યક્ષમ સપ્લાય ચેઇન સફળતાપૂર્વક વિકસાવી છે. પિરાણા (યુનિટ 1) અને દહેજ એસઇઝેડ (યુનિટ-2) ખાતે અદ્યતન ઉત્પાદન સુવિધાઓ સાથે કંપની વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેની 8000 મેટ્રિક ટનની વર્તમાન કુલ સ્થાપિત ક્ષમતા સાથે વધારાના 2400 મેટ્રિક ટનના ઉમેરા દ્વારા કંપની કુલ વાર્ષિક ક્ષમતા વધારીને 10400 મેટ્રિક ટન કરવાની યોજના ધરાવે છે જેમાં એક્સિપિયન્ટ્સની તમામ શ્રેણી (પ્રીમિયમ એક્સિપિયન્ટ્સ પ્રોડક્ટ્સ સહિત) સામેલ છે. કંપની તેની ક્ષમતા વિસ્તરણ દ્વારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો મૂજબ પ્રોડક્ટ ડિલિવર કરવા સક્ષમ રહેશે. ગ્રાહકોના વર્તમાન આધાર ઉપરાંત કંપની નવા પ્રદેશોમાં પણ ગ્રાહકોને જોડશે.
45 વધુ દેશોમાં નિકાસ ધરાવતી કંપની
ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ લાઇન સાથે કંપનીએ ભારત અને વિદેશી બજારોમાં લાંબાગાળાના સંબંધો સ્થાપિત કર્યાં છે. એક્સેન્ટ માઈક્રોસેલ યુએસએ કેનેડા જર્મની અને અન્ય ઘણા દેશો સહિત 45 થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
નાણાકીય વર્ષ 2023માં એક્સેન્ટ માઇક્રોસેલની આવકો રૂ. 204.19 કરોડ નોંધાઇ હતી જે નાણાકીય વર્ષ 2022ના રૂ. 165.71 કરોડની તુલનામાં વધુ છે. નાણાકીય વર્ષ 2024માં 30 જૂનના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 58.81 કરોડની આવક નોંધાવી છે. નાણાકીય વર્ષ 2023માં એક્સેન્ટ માઇક્રોસેલનો પીએટી બમણો વધીને રૂ. 13.01 કરોડ થયો છે જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 5.89 કરોડ હતો. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 7.06 કરોડનો પીએટી હાંસલ કર્યો હતો.
Period | Jun23 | Mar23 | Mar22 | Mar21 |
Assets | 12214.89 | 11409.69 | 9461.04 | 8070.45 |
Revenue | 5992.95 | 20696.75 | 16753.97 | 13481.59 |
PAT | 705.53 | 1301.02 | 589.31 | 480.29 |
Net Worth | 5125.44 | 4419.91 | 3209.32 | 2663.02 |
Reserves | 3831.14 | 3125.61 | 1919.02 | 2232.92 |
Borrowing | 2105.73 | 2278.23 | 2409.53 | 3063.76 |
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)